અપહરણના ગુનામાં સાત વર્ષથી ફરાર બોરાળાનો શખ્સ ઝડપાયો

975

 

સાવરકુંડલા તાલુકના બોરાળા ગામે રહેતા શખ્સ વિરૂધ્ધ બગસરા પોલીસ મથકમાં સાત વર્ષ પૂર્વે નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર હોય ભાવનગર આર.આર. સેલની ટીમે પૂર્વ બાતમી આધારે બોરાળા ગામેથી શખ્સને ઝડપી લીધો હતો.

ભાવનગર રેન્જ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્વકર્માની સૂચના અને માર્ગદર્શન મુજબ આર.આર.સેલ સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ આર.આર. સેલ સ્ટાફનાં એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ તથા હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી  અમરેલી ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન એ.એસ.આઈ. વી.ડી. ગોહિલને બાતમી મળેલ કે, બગસરા પો.સ્ટે. ઇ.પી.કો. કલમઃ-૩૬૩,૩૬૬ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી ભાવેશ ખોડાભાઈ કાલાણી રે.બોરાળા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળો બોરાળા ગામે પ્લોટ વિસ્તારમાં બેઠો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં ભાવેશભાઈ ખોડાભાઈ કાલાણી મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને બગસરા પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.