કાળીયાબીડ રચના સોસાયટી -૨માં ગેરકાયદે દબાણથી સ્થાનિકો ત્રસ્ત, તંત્રને રજૂઆત

40

ચાલવાની જગ્યામાં ડોમ અને બગીચો ખડકી દઈ ફ્લેટ ધારકે દબાણ કર્યું હોવાની સામૂહિક રજૂઆત
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ રચના સોસાયટી વિભાગ ૨ માં એક રહીશે ગેરકાયદે બાંધકામ કરી અન્ય રહીશોને પરેશાન કરવા સાથે અડચણરૂપ બનતા મ્યુ. તંત્રમાં સ્થાનિકોએ દબાણ હટાવવા લેખિત રજૂઆત કરી છે. રચના ૨ ફલેટના રહીશોએ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ સોસાયટીના ફ્લેટ નંબર જી-૨ ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા એક રહિશે જાહેર માર્ગ ઉપર દબાણ કરેલ છે.આ ફ્લેટના બહાર પડતો રસ્તા ઉપર પતરાનું ડોમ સિમેન્ટથી પાકુ ચણતર તથા બગીચો બનાવી રાહદારી માટેનો રસ્તો તથા પાર્કીંગ બિનકાયદેસર દબાણ કરેલ છે. આ રસ્તા ઉપર માત્ર પોતાનો જ અધિકાર છે, એવું નિવેદન કરી અન્ય રહિશો માટે અડચણ ઉભુ કરેલ છે. રાહદારીઓને ગાડી પાર્કીંગ કરવી તથા અવર-જવર કરવાની મહામુશ્કેલી સર્જી દીધેલ છે. તેમજ રાહદારીઓ ફેરીયાઓ, શાકભાજીની લારીવાળા કોઇપણને નિકળવા દેતા નથી.

Previous articleરો-પેક્સનો નવો અવતાર : હજીરા બાદ હવે મુંબઇની ફેરી શરૂ થશે, સુરત માત્ર અઢી કલાકમાં પહોંચાડશે
Next articleમુંબઈ સ્થિત માનવ જ્યોત સંસ્થા દ્વારા ભાવનગરની શિશુવિહાર સંસ્થાનું સન્માન