સુભાષનગર ખાતે મંદિર સ્થાપના દિનની ઉજવણી

809

 

 

શહેરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે ૪૬માં સ્થાપના મહોત્સવ દિનની શિવભક્તો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં મહાઅભિષેક, ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીની મૂર્તિ સ્થાપના તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતા અને દર્શન-પૂજનનો લ્હાવો લીધો હતો.