ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા

29

પર્યાવરણ દિવસ નિમિત્તે વોલ વોલ પેઇન્ટિંગ, સફાઈ અભિયાન, પ્લાસ્ટિક બેગ ની જગ્યાએ કાપડની થેલી વાપરવી તથા પ્લાસ્ટિક ડ્રાઈવ યોજાઈ
ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં પર્યાવરણ બચાવો અને સ્વચ્છતાની થીમ પર વોલ પેઇન્ટિંગ નું આયોજન, જોગસ પાર્ક ખાતે સફાઈ અભિયાન તથા પ્લાસ્ટિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના મસ્તરામ બાપા ના મંદિર પાસે ની દીવાલો પર “પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા” થીમ આધારિત વોલ પેઇન્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૫ થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો, આ પ્રદર્શનને ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા એ ચિત્રકારો અને વોલ પેઈન્ટિંગ માં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી. પર્યાવરણ દિવસ નિમિત્તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રોટરી ક્લબ ભાવનગર ના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શહેરના આતાભાઇ ચોક જોગર્સ પાર્ક ખાતે પ્લાસ્ટિક વીણવાની કામગીરી કરીને પાર્કની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, આ અવસરે ભાવનગર મહાનગરપાલિકાના વેસ્ટ વિભાગના અધિકારીઓ અને રોટરી ક્લબ ભાવનગરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ પ્લાસ્ટિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર અને વેચનાર વેપારીઓ પાસેથી ૧૨ આસામીઓ પાસેથી ૧૩ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને સાથે ૧૦,૭૫૦ નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો, શહેરના જુદા જુદા વિસ્તારોમાં શહેરીજનોને પ્લાસ્ટિક ન વાપરવા તથા પ્લાસ્ટિકની બેગ ની જગ્યાએ કાપડની થેલી નો ઉપયોગ કરવા જણાવ્યું હતું તથા સાથે કાપડની થેલી નું વિતરણ કરી નાગરિકોમાં જાગૃતતા આવે તે તેવા ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં સફાઈ કામદારો દ્વારા ઘરે ઘરે જઈ કાપડની થેલી નું વિતરણ કરાયું હતું, જાહેર માર્ગો ઉપર ઉભા રહી લોક જાગૃતિ અર્થે કાપડની થેલી નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી,

Previous articleમે માસમાં દેશમાં સેન્ટ્રલ પૂલમાં ઘઉંનો સ્ટોક પાંચ વર્ષના તળિયે
Next articleપર્યાવરણ દિવસ નિમિતે ભાવનગર ૧૦૮ દ્રારા વૃક્ષોરોપણ કરી ઉજવણી કરાઈ