રાણપુર શહેરમાં પોલીસ ચોકી અને કોર્ટ પરીસરમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

24

૫ જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર દેશ માં ઉજવણી કરવામાં આવે છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ પોલીસ ચોકી તથા કીનારા પાસે આવેલ નવી કોર્ટ ના પરીસર માં વિવિધ જાતના વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ વન-વિભાગ હેઠળ રાણપુર તાલુકા રેન્જ ના આર.એફ.ઓ-વી.જી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ રાણપુર ફોરેસ્ટ માં ફરજ બજાવતા ફોરેસ્ટર કે.એસ.જોશી,ઈન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જે.પરમારની હાજરી માં રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ પોલીસ ચોકી ના પરીસરમાં ઁજીૈં એસ.ડી.રાણા ના હસ્તે તથા પોલીસ સ્ટાફના હસ્તે વિવિધ જાતના વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યુ હતુ.તેમજ કીનારા પાસે આવેલ નવી કોર્ટ ના પરીસર માં વકીલ વિજયભાઈ ચૌહાણ, જગદીશભાઈ દલવાડી,નટુભાઈ વસોયા તથા ૧૦૮ એમબ્યુલન્સ ટીમ ની હાજરી માં કોર્ટ પરીસર માં વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા વન વિભાગના ફોરેસ્ટર કે.એસ.જોશી,ઈન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જે.પરમાર,ફોરેસ્ટ કર્મચારી સુરેશભાઇ પરમાર,રાણપુર પોલીસ સ્ટાફના છજીૈં વિજયભાઇ ધરજીયા,પ્રવિણભાઈ તથા તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ રવિભાઈ ધાધલ,વેપારી આગેવાન મુકેશભાઈ સભાડ તથા ય્ઇડ્ઢના જવાનો સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા..

Previous articleપર્યાવરણ દિવસ નિમિતે ભાવનગર ૧૦૮ દ્રારા વૃક્ષોરોપણ કરી ઉજવણી કરાઈ
Next articleભાવનગર મંડળમાં ૦૫મી જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી