ભાવનગર મંડળમાં ૦૫મી જૂનના રોજ “વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી કરવામાં આવી

34

૦૫મી જૂનના રોજ ઉજવવામાં આવેલ આ જાગૃતિ અભિયાન પ્રકૃતિને બચાવવા માટે યોગ્ય વિચારસરણી વિકસાવે છે. ભારતીય રેલ્વે પરિવહનનું પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે. ભારતીય રેલ્વેના મુખ્ય એજન્ડાઓમાંથી એક ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ છે. પર્યાવરણની જાળવણી માટે ભાવનગર ડિવિઝનમાં સ્ટેશન પર પાણીનું સંરક્ષણ, ઠોસ કચરાનું વ્યવસ્થાપન, ટ્રેનના કોચમાં બાયો-ટોઇલેટની સ્થાપના, સ્ટેશનો અને ઓફિસો માં સોલાર પ્લાન્ટ અને એલઇડી લાઇટનો ઉપયોગ જેવા અનેક કામો કરવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ૦૫મી જૂનના રોજ ભાવનગર રેલ્વે ડિવિઝનમાં “ઓન્લી વન અર્થ” થીમ સાથે “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર મનોજ ગોયલ અને એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી સુનીલ આર. બારાપત્રે સાથે ડિવિઝનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાવનગરના રેલવે મ્યુઝિયમના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.મંડળના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યો માટે પર્યાવરણ બચાવવા માટે મંડળ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે મ્યુઝિયમના પ્રાંગણમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિવિઝનલ રેલ્વે મેનેજરે વિજેતાઓને ઈનામ આપી તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને બિરદાવ્યા હતા. રેલ્વે હોસ્પિટલના ડો. શ્રીનિવાસને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે પોતાનું નિવેદન આપ્યું હતું અને ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને ૫૦ મીમીથી વધુ જાડા પ્લાસ્ટિકનો વારંવાર ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં ચંદ્રસિંહ ગોહિલની આગેવાની હેઠળ પર્યાવરણ આધારિત સુંદર શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પર્યાવરણને લગતી સામાન્ય જ્ઞાન ક્વિઝ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળના સ્ટેશનો પર સ્ટેશનને હરિયાળું રાખવા માટે, ત્યાંના સ્ટેશન અધિક્ષક/સુપરવાઈઝરની દેખરેખ હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

Previous articleરાણપુર શહેરમાં પોલીસ ચોકી અને કોર્ટ પરીસરમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરમાં શહેરમાં સતત બીજા દિવસે એક કોરોનાનો નવા કેસ નોંધાયો