ધોરણ ૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ જાહેર

142

સુરત જિલ્લો ટોપ પર
ગાંધીનગર,તા.૬
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ ૧૦ની પરીક્ષાનું ૬૫.૧૮ ટકા પરિણામ આજે સવારે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. રાજ્યમાં સૌથી ઊંચુ પરિણામ સુરત જિલ્લાનું ૭૫.૬૪ ટકા રહ્યું છે જ્યારે સૌથી નીચુ પરિણામ પાટણ જિલ્લાનું ૫૪.૨૯ ટકા પરિણામ આવ્યું છે. તો કેનદ્ર અનુસાર જોવામાં આવે તો રાજ્યમાં રાજકોટમાં આવેલ રુપાવટી કેન્દ્રનું પરિણામ સૌથી વધુ ૯૪. ૮૦ ટકા જાહેર થયું છે. રાજ્યમાં સૌથી નીચુ પરિમામ ધરાવતું કેન્દ્ર દાહોદનું રુવાબારી મુવાડા છે, જેનું પરિણામ ૧૯.૧૭ ટકા રહ્યું છે. એસએસસી બોર્ડના પરિણામમાં પણ છોકરાઓની સામે છોકરીઓએ મેદાન માર્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ ૧૧.૭૪ ટકા વધુ પરિણામ મેળવ્યું છે. રાજ્યમાં એપ્રિલ ૨૦૨૨માં કુલ ૯૫૮ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં કુલ મળીને ૭,૮૧,૭૦૨ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૭,૭૨,૭૭૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૫,૦૩,૭૨૬ પરીક્ષાર્થીઓ પાસ થયા હતા. જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે ૧,૪૦,૪૮૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧,૩૩.૫૨૦ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪૧,૦૬૩ પરીક્ષાર્થીઓ સફળ થયા હતા. બોર્ડના પરિણામમાં પાસ થનારા પરીક્ષાર્થીઓ પૈકી અંગ્રેજી માધ્યમના પરીક્ષાર્થીઓની ટકાવારી ૮૧.૫૦ ટકા રહી છે જેની સામે ગુજરાતી માધ્યમના પરીક્ષાર્થીઓની ટકાવારી ૬૩.૯૬ ટકા રહી છે. જ્યારે કુલ વિદ્યાર્થીઓ પૈકી ૧૨,૦૯૦ પરીક્ષાર્થીઓએ છ૧ ગ્રેડ મેળવ્યો છે. ૫૨,૯૯૨ પરીક્ષાર્થીઓએ છ૨ ગ્રેડ, ૯૩,૬૦૨ પરીક્ષાર્થીઓએ મ્૧ ગ્રેડ, ૧,૩૦,૦૯૭ પરીક્ષાર્થીઓએ મ્૨ ગ્રેડ, ૧,૩૭,૬૫૭ પરીક્ષાર્થીઓએ ઝ્ર૧ ગ્રેડ અને ૭૩,૧૧૪ પરીક્ષાર્થીઓએ ઝ્ર૨ ગ્રેડ મેળવ્યો છે. તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરવામાં સામેલ ૮૪૮ પરીક્ષાર્થીઓનું પરિણામ અનામત રાખવામાં આવેલ છે. જેની રુબરુ સુનાવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. જિલ્લા અનુસાર જોવા જઈએ તો અમદાવાદ શહેરનું પરિણામ ૬૩.૧૮ ટકા જ્યારે અમદાવાદ ગ્રામ્યનું પરિણામ ૬૩.૯૮ ટકા રહ્યુંછે. તેવી જ રીતે રાજકોટ જિલ્લાનું પરિણામ ૭૨.૮૬ ટકા રહ્યું છે. જ્યારે વડોદરાનું પરિણામ ૬૧.૨૧ ટકા રહ્યું છે. તો મોરબીનું પરિણામ ૭૩.૭૯ ટકા રહ્યું છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. બોર્ડની વેબસાઇટ પર બંને નેતાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા લખ્યું છે કે, “ધોરણ ૧૦નું પરિણામ જાહેર થવાના અવસરે તમામ વિદ્યાર્થીઓને હ્રદયપૂર્વક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ. પરિણામ અંગે બોર્ડ દ્વારા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ગુણ પત્રક વિતરણ અંગેની જાહેરાત હવે પછી બોર્ડ દ્વારા કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફ્તર ચકાસણીની સુચનાઓ પણ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયમ નમૂનામાં કરવાની રહેશે. પુરક પરીક્ષાની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે.

Previous articleપાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે જગ પ્રખ્યાત પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સેક્રેટરીએ દર્શન કર્યા
Next articleઓમિક્રોનના સબ વિરિયન્ટ વધતા કોરોના સંક્રમણ માટે જવાબદાર