પાલિતાણા સ્થિત સરકારી માનસિંહજી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ

1401

ભાવનગર જિલ્લાની પાલિતાણની સરકારી હોસ્પિટલને વર્ષાથી એગ્રેડની જાહેર કરી પરંતુ એ ગ્રેડ જેવુ કશુ નથી પ૬ બેડ ધરાવતી હોસ્પિટલ ફકત તાવ, ઉધરસ, સાદા પાટા પીંડી અને પી.એમ. (પોસ્ટ મોટમ) થઈ શકે છે. ફરજ પરના તમામ ડોકટરો એમબીબીએસ છે. કોઈ સ્પેશાયલીસ્ટ નથી. બાળકોના ડોકટરન થી, આંખ, નાક, કાન, ગળા, દાંતના ડોકટર નથી. પાલિતાણાથી રાજકીય કારર્કિદી ધડનાર હાલ કેન્દ્રમંત્રી બનેલા (રાજયસભામાંથી) ડો. મનખસુભાઈ માંડવિયા શું નથી ઈચ્છતા કે પોતાનો મત વિસ્તાર જે તાલુકાએ ધારાસભ્ય બનાવ્યો તે તાલુકામાં જિલ્લાની સારી એક સરકારી હોસ્પિટલ અને તમામ ડોકટર કાયમી ન હોય પરંતુ વિઝીટીંગ ડોકટર હોવા જરૂરી છે. પ્રજા તેમની પાસે હોસ્પિટલ જે માંદગીના બિછાને છે તેની સારવાર કરાવવા ઈચ્છી રહી છે. હાલ પાલિતાણા સરકારી હોસ્પિટલમાં રાજકીય લોકોના આર્શીવાદથી સબ સલામતના બણગા ફુંકે છે પરંતુ પ્રજા કહે કાંઈ સલામત નથી ખરેખરની હોસ્પિટલની ડોકટરોની ભરતી કરી સારવારની જરૂર છે.

પાલિતાણાની હોસ્પિટલ તાલુકામાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી જ છે. પરંતુ માનસિંહજી હોસ્પિટલ મોટી છે. પ્રજાની અપેક્ષામાં ન તો ભાજપ ન તો કોંગ્રેસ ખરી ઉત્રી શકી ! વર્ષોથી પડતર પ્રશ્ન હોસ્પિટલનો કોઈ ઉકેલવા પ્રયત્ન નથી કરતા નહીંતર ઉકેલાય તેમ છે. પ્રાઈવેટ હોસ્પિટલને તાળા લાગી જાય દર વર્ષે એક બે નવી હોસ્પિટલ પ્રાઈવેટ પાલિતાણામાં પ્રવેશ કરે છે. ખરેખર સરકારી હોસ્પિટલમાં હાડકાના, હૃદય સ્પેશાલીસ્ટ, બાળકોના, ચામડી ડોકટરની ખાસ જરૂરીયાત છે જો કાયમી શકય ન હોય તો પાર્ટ ટાઈમ ડોકટરની ભરતી થાય તેમ પ્રજા ઈચ્છી રહી છે. હાલ હોસ્પિટલના ખર્ચાથી ગરીબ નહીં પૈસાદાર પણ ખર્ચાથી લાચાર છે. પાલિતાણાની હોસ્પિટલમાં તમામ ડોકટરર્સની સેવા ઉપલબ્ધ બને તો પાલિતાણા જેસર, ગારિયાધાર તાલુકાના લોકોને જિલ્લા સુધી દોડુ ન પડે. તેમજ યાત્રાધામની સરકાર વાતો કરે પરંતુ સરકારી હોસ્પિટલમાં યાત્રાધામ પાલિતાણાની સરકારી હોસ્પિટલને ખાસ કોઈ લાભ મળેલ ન હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. ગુજરાત સરકારમાં કેન્દ્રી મંત્રી પાસે પાલિતાણાની પ્રજા હોસ્પિટલમાં ડોકટસની ભરતીનો પ્રશ્ન ઉકેલે તેમ ઈચ્છી રહી છે.

Previous articleશહેરમાં ભજવાઈ રહેલું દબાણનું નાટક : અંતે એમનુ એમ
Next articleસિહોર, ગારિયાધાર અને પાલિતાણામાં જળસંચયના કામ પ્રગતિમાં : કા.પા.ઈ.