ઇ કોમર્સ વેબસાઈટ મારફત ભાવનગરમાં પણ બંધાણીઓને ડ્રગ્સ પહોચતું થયું હતું !

127

એટીએસનો તપાસનો રેલો ભાવનગર સુધી આવે તેવું અનુમાન, પોલીસ તપાસમાં વિગતો હાથ લાગી
ગુજરાત એટીએસ એ અમદાવાદથી ડ્રગ્સના ઓનલાઇન વેચાણનું રેકેટ ઝડપી લેતા ચકચાર મચી છે. ઇ કોમર્સ વેબસાઈટ મારફત ડ્રગ્સનું નેટવર્ક ચલાવનાર માફિયાઓએ અમદાવાદથી ભાવનગર સહિતના જુદા જુદા શહેરોમાં ડિમાન્ડ મુજબ જથ્થો પહોંચતો કર્યો હોવાનું તપાસમાં ખૂલતાં આ અંગે ઊંડાણ પૂર્વક તપાસ ચાલી રહી છે અને ડ્રગ્સ મંગાવનાર લોકો સુધી રેલો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.ગુજરાતમાં પ્રથમ વખત ડ્રગ્સની હોમ ડીલીવરીનું કારસ્તાન પકડાયું છે તેના સુત્રધાર તરીકે અમરેલીના રાજુલાનો રહીશ આકાશ કનુભાઈ વિંઝાવા (ઉ.વ.૨૯)નું નામ ખુલ્યુ છે. એટીએસે રાજુલાથી આકાશ વિઝાવાને ઝડપી લીધો છે જ્યારે, આકાશ વિઝાવાનો ભાગીદાર તરીકે કરણ ઉર્ફે નાનાભાઈ વાઘ નામના યુવકનું નામ ખુલ્યુ છે તપાસનિશ, એટીએસના ડીવાય.એસ.પી. હર્ષ ઉપાધ્યાયે જણાવ્યું કે, કરણ વાઘ પીપાવાવ પાસેના કોવાયા ગામનો વતની છે. તેની શોધખોળ ચાલી રહી છે. આકાશ અને કરણ બન્ને મિત્રો છે અને માદક પદાર્થોની ડીમાન્ડ જોઈને ઓનલાઈન પહોચતા કરવા માટે ઈ-કોમર્સ વેબસાઈટ કાર્યરત કરી હતી. ઓનલાઈન વેબસાઈટ થકી જ માદક પદાર્થોનો ઓર્ડર લેવામાં આવતો હતો. માદક દ્રવ્યો એમોઝોન કંપનીના કવરનું પાર્સલ બનાવીને પ્રાઈવેટ કુરિયર ટ્રાવેલ્સ દ્વારા મોકલી આપવામાં આવતુ હતું. એટીએસની ટીમ હાલમાં જલારામ ટ્રાવેલ્સ મારફતે રાજુલા મોકલવામાં આવેલા એક પાર્સલની શોધખોળ કરી રહી છે.ચોકાવનારી બાબત એ છે કે આકાશ અને કરણે ઈ-કોમર્સ વેબસાઈટ બનાવવા ઉપરાંત એમોઝોન ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેન કરાવીને તેના ઓઠા તળે રમકડાં, મોબાઈલ કવર જેવી વસ્તઓ મોકલવાનાં બહાને ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ગોઠવ્યુ હતું. સુરતક, વડોદરા, મહેસાણા, ભાવનગર રાજકોટ જેવા શહેરો ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ૫૦૦થી વધુ ગ્રાહકોને વિતેલા એક જ મહિના દરમિયાન પાર્સલમાં ડ્રગ્સ, માદક દ્રવ્યો પહોચતા કરાયેલા વિગતો ખુલી છે. આરોપીઓ મુંબઈથી એમડી જેવું સિન્થેટીક ડ્રગ્સ ઉપરાંત મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશથી ચરસ, ગાંજો, અફીણ જેવા માદક દ્રવ્યો મગાવીને ગ્રાહકોના ઓનલાઈન ઓર્ડર આવે તેમ પાર્સલમાં હોમ ડિલીવરી કરી દેતા હતાં. ૨૦ થી ૩૫ વર્ષની વયના કુલ ૧૦૦૦થી વધુ યુવકો ગ્રાહકો હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં ખુલી રહી છે.

Previous articleઆદર્શ નિવાસી શાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમીલન કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરનું અતિ પ્રાચીન જશોનાથ મહાદેવ મંદિર વિકાસમાં કોરાણે