ભારતીય એરફોર્સના શહીદ સ્વ. જયદત્તસિંહ સરવૈયાના બેસણાંમાં જઇને અસાંત્વના પાઠવતાં સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલ

6

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા અને મહાનુભાવો પણ તેમની સાથે જોડાયાં
ભારતીય એરફોર્સના પાલીતાણાના દિવંગત શહીદ સ્વ. જયદત્તસિંહ સરવૈયા કે જેઓનું તાજેતરમાં અવસાન થયું છે. તેમને શ્રધ્ધાસુમન પાઠવવાં અને દિવંગતના પરિવારજનોને સાંત્વના અને દિલાસો આપવાં સાંસદ અને પ્રદેશ ભા.જ.પા. ના અધ્યક્ષ સી.આર. પાટીલે સોમપુરા જ્ઞાતિની વાડી, પાલીતાણા શહેર, જી.ભાવનગર ખાતે શહીદ જયદત્તસિંહ સરવૈયાનાઓના બેસણામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી આર.સી.મકવાણા, ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા, અમરેલીના સાંસદસભ્ય નારણભાઈ કાછડીયા, ગઢડાના ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ જોડાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગારીયાધારના પરવડી ગામ ખાતે વિશાળ જળાશયના લોકાર્પણ સમારોહ માટે પ્રદેશ અધ્યક્ષ ભાવનગર જિલ્લામાં પધાર્યા છે. તેમને આ વિશેની જાણકારી મળતાં તેઓ તુરંત કાર્યક્રમ પહેલાં જ આ વીરશહીદને શ્રધ્ધાસુમન પાઠવવાં માટે પાલીતાણા પહોંચ્યાં હતાં.