GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

27

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧. લોકસભાની પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
– ગણેશ વાસુદેવ માવલંકર
ર. ભારતનો આઈએસડી કોડ નં. શું છે ?
– ૯૧
૩. બાળકોની મુછાળી માનું બિરૂદ કોને મળ્યુ હતું ?
– ગિજુભાઈ બધેકા
૪. તમાકુના પાન માટે કયો વિસ્તાર જાણીતો છે ?
– ચરોતર
પ. ગુજરાતમાં રાજયસભાની સીટો કેટલી છે ?
– ૧૧
૬. ડુંગળીમાં રહેલા કયા વાયુને કારણે આંખો બળે છે ?
– એમોનિયા
૭. વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ જણાવો.
– ૭૮ ટકા
૮. સાત પગલા આકાશમાં કૃતિ કોની છે ?
– કુન્દનિકા કાપડિયા
૯. લજજા નવલકથા કોની છે ?
– તસ્લીમા નસરીન
૧૦. પાણીની કઈ ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા ?
– સંસ્કૃત
૧૧. ‘ઝેર તો પીધા છે જાણી જાણી’ કોની કૃતિ છે ?
– મનુભાઈ પંચોળી
૧ર. ‘દ્વિરેક’ તખલ્લુસ કયા લેખકનું છે ?
– રામાનારાયણ વી. પાઠક
૧૩. ‘કાક અને મંજરી’ એ કઈ નવલકથાના પારો છે ?
– પાટણની પ્રભુતા
૧૪. ‘પ્રેમ ભકિત’ કોનું તખલ્લુસ છે ?
– કવિ ન્હાનાલાલ
૧પ. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે ?
– સંસદ
૧૬. બંધારણ પુરૂ કરતાં કેટલો સમય લાગ્યો ?
– ર વર્ષ ૧૧ માસ
૧૭. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે ?
– કલમ ૩૬૦
૧૮. કાયમી ધારાસભા કઈ છે ?
– રાજયસભા
૧૯. ચૂંટણી અંગેની વ્યવસ્થા કોણ કરે છે ?
– ચૂંટણીપંચ
ર૦. બંધારણસભાની પ્રમુખ કોણ હતા ?
– ડો. રાજેન્દ્રપ્રસાદ
ર૧. ક્રિકેટ વર્લ્ડ કપનું સંચાલન કોણ કરે છે ?
– આઈ.સી.સી.
રર.‘ગ્રાન્ડ સ્લેમ’ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
– ટેનિસ
ર૩. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ?
– હોકી
ર૪. ‘હોકીના જાદુગર તરીકે કોણ ઓળખાય છે ?
– ધ્યાનચંદ
રપ. ‘પેલે ખેલાડી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
-ફુટબોલ
ર૬.‘રથયાત્રા’ તહેવાર કયા રાજય સાથે સકંળાયેલ છે?
– ગુજરાત
ર૭. મધુબની ચિત્રાકલા કયા રાજયની છે ?
– બિહાર
ર૮. શહેનાઈવાદક તરીકે કોણ જાણીતું છે?
– બિસ્મિલ્લાખાન
ર૯. ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
– સંગીત
૩૦. ગુજરાતની કંઈ વ્યકિતને મેગ્સેસ એવોર્ડ મળ્યો છે ?
– ઈલાબેન ભટ્ટ

Previous articleગુજરાતના પ્રથમ સ્નાતક મહિલા શારદા મહેતાનો આજે જન્મ દિવસ
Next articleઉદ્ધવ સરકાર સામેનો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવાયો