આચાર્યથી ભૂલ થઈ છે એટલે તેણે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે – ટ્રસ્ટી ડો.ધીરેન વૈષ્ણવ

41

વિદ્યાર્થીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજીયાત લાવવો તેમ નોટિસમાં ઉલ્લેખ કરાયો હતો
ભાવનગરની ગાંધી મહિલા કોલેજના આચાર્યએ તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું અને આ અભિયાન માટે વિદ્યાર્થીઓને ફરજીયાત કોલેજ આવવા જણાવ્યું હતું અને વિદ્યાર્થીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ આવવા જણાવ્યું હતું સાથે મોબાઈલ ફોન પણ ફરજીયાત લાવવો તેમ જણાવ્યું હતું.

શહેરની મહિલા કોલેજ ખાતે આવેલ શ્રીમતી ન.ચ.ગાંધી અને ભા.વા ગાંધી મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ ભાવનગરના આચાર્ય ગત તારીખ 24 જૂન 2022ના રોજ એક નોટિસ જાહેર કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને ભાજપના પેઇઝ કમિટીમાં સભ્ય બનવા નોટિસ જાહેર કરી હતી, આ નોટિસમાં વિદ્યાર્થીઓને નોંધણી માટે પાસપોર્ટ સાઈઝનો ફોટો તથા મોબાઈલ ફોન પણ ફરજીયાત લાવવો તેમ જણાવ્યું હતું. એક બાજુ કોલેજમાં મોબાઈલ પર પ્રતિબંધ હોય છે જેનો પણ સરે આમ ઉલ્લંઘન કર્યું હતું, ભાજપને કૉંગ્રેસ દ્રારા આડે હાથે લીધી હતી અને ભાવનગરનું રાજકારણ ગરમાયુ હતું, ભાવનગર શહેરની મહિલા કોલેજ સર્કલમાં આવેલી વર્ષો જૂની ગાંધી મહિલા કોલેજ ટ્રસ્ટ સંચાલિત છે. પહેલા મુંબઇ યુનિવર્સીટી સંલગ્ન હતી અને હવે ભાવનગર સંલગ્ન બનતા વિવાદમાં સપડાઈ છે. કોલેજના આચાર્યએ સોશિયલ મીડિયામાં એક પત્ર વિદ્યાર્થીનીઓને મોકલ્યો હતો અને તેમાં ભાજપની પેઝ કમિટીમાં જોડાવા સીધો આદેશ ફરજિયાત કરવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલમાં રાજકીય સિધી દોરીની પ્રવૃત્તિથી ભાવનગર રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શહેર ના મહિલા કોલેજ સર્કલ ખાતે આવેલ ગાંધી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને પાડવામાં આવેલી ફરજને પગલે કોંગ્રેસ શહેર પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપની પેઝ કમિટીઓ કેવી રીતે બને છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભાજપે આ કોલેજનું નામ ભાજપ મહિલા કોલેજ રાખી દયો. અમે એ જાણવાના છીએ કે આ કોના ઈશારે પત્ર લખીને આપવામાં આવ્યો છે. યુનિવર્સીટીને પણ રજુઆત કરવાના છીએ. આ એક નહિ આવી ઘણી સંસ્થાઓ છે જેમાં આ જ કામ થાય છે તેવા આક્ષેપો કર્યા હતા. ડોક્ટર ધીરેન વૈષ્ણવ ટ્રસ્ટી દ્વારા જણાવ્યું હતું કે આચાર્યને કોઈનો દોરી સંચાર હતો અને તેમને કોમ્પ્યુટરમાં લખાણ કરીને તેનો ફોટો પાડીને માત્ર સોશિયલ મીડિયા મારફત વિદ્યાર્થીનીઓને મોકલવામાં આવ્યું છે. તેમને વ્યક્તિગત કર્યું છે અને તેમનાથી આ ભૂલ થઈ ગઈ છે. આથી તેમને સામેથી રાજીનામું મૂકી દીધું છે. જો કે આ અજુગતા થઈ ગયું હોય અને શૈક્ષણિક સંકુલને રાજકીય રંગ ન લાગે તેની અમે તકેદારી લીધી છે.

Previous articleઅમારા માટે કોઈ ગરીબ નથી કે કોઈ તવંગર નથી હું આદિવાસીના ઘરે જેટલી સહજતાથી જમી શકું છું – શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
Next articleશિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બાળકો સાથે હીચકા ખાઈ પોતાના બાળપણ યાદ આવ્યું