અગ્નિપથ યોજનાના વિરોધમાં કલેક્ટર કચેરીએ કોંગ્રેસનો વિરોધ-ધરણા : પોલીસે ટીંગાટોળી કરી કરેલી અટકાયત

12

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના જાહેર કરી છે જેનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ખાસ કરીને ઘણાખરા યુવાનોએ આ યોજનાનો ખુલ્લીને વિરોધ કર્યો છે પરંતુ કેન્દ્ર સરકારે આ યોજના યથાવત રહેશે તેમ જણાવી દીધુ છે ત્યારે ગઇકાલે સોમવારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોંગ્રેસે આ મામલે વિરોધ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરી બહાર ધરણા-સુત્રોચ્ચાર વિગેરે કરતા પોલીસે કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસે આ તકે જણાવ્યું હતું કે, પ્રજા વિરોધી નીતિ અને શરમુખત્યારશાહી વલણના લીધે પ્રજા કેન્દ્ર સરકારથી ત્રસ્ત બની છે. મોંઘવારી, બેરોજગારીએ માઝા મુકી છે. બીજીબાજુ અગ્નિપથ યોજનાથી કેન્દ્ર સરકાર યુવાનોનું આર્થિક શોષણ કરવા માંગે છે અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવા જઇ રહી છે. યોજનાના નામે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવા કોંગ્રેસે માંગ ઉઠાવી હતી.

Previous articleરથયાત્રા કાઉન્ટ ડાઉન : સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું નાઈટ ચેકિંગ
Next articleભાવનગર શહેરમાં આજે એક સાથે ૩ કોરોનાનો નવા કેસ નોંધાયા