ભાવનગર શહેરમાં અષાઢી બીજથી શરૂ થયેલો વરસાદ ત્રીજા દિવસે પણ મેઘરાજાની મહેરબાની

9

ભાવનગર શહેરમાં બપોર બાદ અચાનક કાળા ડિંબાગ વાદળો ઘેરાયા હતા અને અચાનક જ બપોર બાદ ભાવનગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ હતી, શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટુ વર્ષેયુ હતું. ભાવેણાવાસીઓને ગરમીમાં થોડા અંશે રાહત થઈ હતી. ભાવનગર શહેર બપોર બાદ વરસાદી ઝાપટું વર્ષ્યું હતું, શહેરના જુદા જુદા વિસ્તારમાં સુભાષનગર, કુંભારવાડા, સરદારનગર, કાળુભા રોડ, પરિમલ ચોક સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ દસ્તક દીધી હતી, ભાવનગર શહેરમાં આશેર એકદા ઈંચ જેટલો વરસાદ પડયો હતો, આજે બપોરે બાદ એકાએક વરસાદી માહોલ થતા શહેરમાં વરસાદનું આગમન થયું હતું અને લોકો ને અસહ્ય બફારા અને ગરમીથી થોડા અંશે રાહત થઈ હતી. ગત વર્ષે ચોમાસાનો સારો એવો વરસાદ વરસી ચૂક્યો હતો પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ છે અને તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં છુટાછવાયા વરસાદની આગાહી પણ કરી હતી પરંતુ હવે અષાઢ માસમાં મેઘરાજા મન મૂકીને જમાવટ કરે એવું લાગી રહ્યું છે. સતત બે દિવસ થી શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે આગાહી આપી હતી, જે અનુસંધાને રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનો માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડી શકે છે.