શાળા નં.૪૯ની દીકરીઓને નોટબુક, બોલપેન વિતરણ કરવામાં આવેલ

4

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષર પાર્ક ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરની શાળા નં. ૪૯માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દીકરીઓને નોટબુક,બોલપેન વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે પ્રમુખ જયેશભાઇ શાહ, હરેશભાઇ ચાવડા, કાર્તિકભાઈ સવાણી, શાળાના શિક્ષક મહેશભાઈ મોરી તથા દાતાઓના હસ્તે શાળાની ધોરણ ૬ થી ૮ ની કુલ ૪૧૨ દીકરીઓને ફુલસ્કેપ નોટબુક, બોલપેન વિતરણ કરવામાં આવેલ સાથે શાળાની તમામ ૧૧૫૦ દીકરીઓને નાસ્તો કરાવવામાં આવેલ તેમજ કેળવણી અને યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ તકે શાળાના શિક્ષક મહેશભાઈ મોરી દ્વારા માનવસેવાની સમગ્ર ટીમને કાર્યનો પરિચય કરાવવામાં આવ્યો તેમજ શાળાના આચાર્ય જગદીશભાઇ બાભણીયા દ્વારા આભારવિધિ કરવામાં આવેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાગરભાઈ દવે તથા દિવ્યાબેન સિદ્ધપુરા દ્વારા કરવામાં આવેલ. શાળાના પ્રથમ ધોરણની દીકરીઓ દ્વારા સરસ અભિનય ગીત કરેલ જેને મહેમાનઓએ ખૂબ વધાવેલ તથા પ્રોત્સાહીક ઇનામ આપેલ.