વળીયા કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના-ભાવનગર સાયબર સેલનાં સયુંકત ઉપક્રમે સાઈબર ક્રાઈમ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

5

ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ. આર વળીયા આર્ટસ એન્ડ પી. આર. મહેતા કોમર્સ કોલેજમાં સાયબર સેલ તેમજ રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ) ના સયુંકત ઉપક્રમે તા/ ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સાયબર ક્રાઈમ સબંધિત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વર્તમાન ડીઝીટલ યુગમાં સાયબર ક્રાઈમ ના અપરાધો દિવસે ને દિવસે વઘતા જાય છે. તેને કઈ રીતે અટકાવી શકાય ? સ્વયં પોતાની જાત ને કેવી રીતે બચાવી શકાય? તે સંદર્ભે વાય. એચ. આયવર (પોલીસ ઇન્સ્પેક્ટર- વાયરલેસ) શ્રી એચ. એચ. ભટ્ટ (પોલીસ સબ ઇન્સ્પેક્ટર- વાયરલેસ) મનોજ ભાઈ, હર્ષિતા બેન (કોન્સ્ટેબલ સાઈબર ક્રાઈમ) તેમજ સાયબર વોલેન્ટાઈર મુળરાજસિંહ ગોહિલ, કેતનભાઈ દવે (એલ.આઈ. સી. ભાવનગર) વગેરે એ ઉપસ્થીત રહી પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા દ્વારા રસપ્રદ ઉપયોગી માહિતી પૂરી પાડેલ. ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજનાં કાર્યકારી આચાર્ય શ્રી ડૉ. વિરમદેવ સિંહ બી. ગોહેલે કરેલ. કાર્યક્રમને અંતે આભારવિધિ પ્રા. શકુંતલાબેન મકવાણા એ કરેલ. આ સમગ્ર સફળ બનાવવા માટે એન. એસ. એસ.નાં પોગ્રામ ઓફિસરશ્રી પ્રા. રીટાબેન ઉપાધ્યાય, પ્રા. શકુંતલા બેન મકવાણા તેમજ ડૉ. હિતેશ ભાઈ ભટ્ટે કામગીરી બજાવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં ૧૨૦ વિધાર્થીઓ તેમજ સમગ્ર શૈક્ષણિક સ્ટાફ જોડાયેલ. કાર્યક્રમ ની સફળતા માટે ભાવનગર કેળવણી મંડળના પ્રમુખ / મંત્રીશ્રી ટ્રસ્ટીશ્રીઓ એ અભિનંદન પાઠવેલ.