હોમગાર્ડઝ યુનિટમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલ વિપુલભાઈના પત્ની મરણોત્તર સહાયનો ચેક અર્પણ કરાયો

5

ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટમાં ફરજ બજાવતા સ્વ. વિપુલ બી. ચાવડા, સનદ નં.૩૦૫૭ નું તા.૨૮ માર્ચ, ૨૦૨૨ નાં રોજ ફરજ દરમ્યાન તબિયત બગડવના કારણોસર તેઓનુ દુઃ ખદ અવસાન થયું હતું. સ્વ.વિપુલભાઇનાં અવસાન બાદ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટશ્રી શંભુસિંહ સરવૈયા સાહેબે સ્વર્ગસ્થ જવાનનાં વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરતા એકદમ ટૂંકા સમયમાં આજરોજ સ્વ. વિપુલભાઈ ચાવડાનાં ધર્મપત્નીને મરણોત્તર સહાય રૂ.૨,૦૫૦૦૦/- (અંકે રૂપિયા બેલાખ પાંચ હજાર પુરા) નો માન. જિલ્લા કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયાનાં વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. આ મરણોત્તર સહાયનાં ચેક વિતરણ માટે જિલ્લા કમાં. સાહેબ સાથે એલ.સી. કોરડિયા, સ્ટાફ ઓફિસર તાલીમ, વિક્રાંત ભટ્ટ, ઇ.ચા. ઓફિસર કમાન્ડિંગ તથા મહેન્દ્રભાઈ બોરીચા, એમ.સી. ઓ. હાજર રહ્યા હતા.