ભાવિકો બન્યા ગુરૂમય – ગોહિલવાડમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી

9

ભાવનગર શહેર અને જિલ્લામાં અષાઢ સુદ પૂનમ ગુરુપૂર્ણિમા પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.શહેર અને જિલ્લામાં આવેલ બજરંગદાસબાપાની મઢૂલીઓ,ભાવનગરની તખ્તેશ્વર તળેટી ખાતે આવેલ મઢુલી આશ્રમ,ભાયાણીની વાડી ખાતે આવેલ બાપાની મઢુલીએ બજરંગદાસબાપાના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા.ભાવિકોએ બાપાના દર્શન તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો.આ ઉપરાંત શહેરના ચિત્રા રોડ ઉપર આવેલ સંત મસ્તરામબાપાના મંદિર ખાતે પણ દર્શન માટે વહેલી સવારથી ભાવિકો ઉમટી પડયા હતા.ભાવનગર નજીક આવેલ નાની ખોડિયાર મંદિર ખાતે પણ ગરીબરામબાપુના દર્શન માટે ભાવિકોની ભીડ જોવા મળી હતી.જિલ્લામાં આવેલા ગુરુ આશ્રમોમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓમાં પણ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.