નાગરિક બેંક દ્વારા વિશિષ્ટ પ્રતિભાઓ, તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

1234

ભાવનગર નાગરિક સહકારી બેંક દ્વારા આજે યશવંતરાય નાટયગૃહ ખાતે ભાવનગરની તેજસ્વી પ્રતિભાઓ તેમજ સભાસદોના તેજસ્વી સંતાનોને ઈનામો આપી. સન્માનિત કરવાનો કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર અનામિકાભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, તળાજા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધીરૂભાઈ શિયાળ, નાગરિક બેંકના ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય, એમ.ડી. પ્રદિપભાઈ દેસાઈ સહિતના હસ્તે ભાવનગરની વિશિષ્ટ પ્રતિભાઓ જેમાં અંડર ૧૯ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી અને ભાવનગરનું ગૌરવ એવા હાર્વિક દેસાઈ, ગીત સંગીત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ ભાવેણાનું નામ રોશન કરનાર દિશાની મહેતા, મહત્વના સંશોધનોથી રાષ્ટ્રનું ધ્યાન આકર્ષિત કરનાર ભાવેણાની દિકરી બિરવા મહેતા, આંતરરાષ્ટ્રીય યોગ ક્ષેત્રે ઝળકનાર જાનવી મહેતા સહિત વિશિષ્ટ સિધ્ધી ધારકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેંકના સભાસદોના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતાં અને નાગરિક બેંક દ્વારા વિશિષ્ટ પ્રતિભાઓ અને તેજસ્વી સંતાનોને સન્માનિત કરવાની પરંપરા જાળવી રાખે છે તે બદલ જીતુભાઈ ઉપાધ્યાય સહિત તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી. જયારે તેજસ્વી વિદ્યાર્થીઓને પણ શુભેચ્છા આપી હતી.

આ કાર્યક્રમમાં આમંત્રીતો, સભાસદો, તેજસ્વી, વિદ્યાર્થી ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જયારે કાર્યક્રમને સફળ બનાવવા નાગરિક બેંકના વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ બારૈયા, ડીરેકટરો નિરંજનભાઈ દવે, પ્રવિણભાઈ ઠકકર, કમલેશભાઈ મહેતા, રફીકભાઈ મહેતર, ધીરૂભાઈ કરમટીયા, માધવભાઈ માણીયા, ભદ્રેશભાઈ દવે, જનરલ મેનેજર નરેન્દ્રભાઈ વેગડ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleશહેરમાં કાળઝાળ ગરમીની અસર, રસ્તાઓ સુમસામ