કથાકાર મોરારિબાપુએ લોકભારતી સણોસરાની શુભેચ્છા મુલાકાત લીધી

28

ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં શ્રી મોરારિબાપુએ શુભેચ્છા મુલાકાત લીધી છે. લોકભારતી સંસ્થાના વડા અરુણભાઈ દવે સાથે હસમુખભાઈ દેવમૂરારી અને કાર્યકર્તાઓ સાથે મોરારિબાપુએ પ્રાસંગિક વાતચીતમાં લોકભારતી ખાતે વિશેષ હેતુ સાથે શરૂ થયેલ વિશ્વવિદ્યાલય અંગે આશિષભાવ સાથે રાજીપો વ્યક્ત કર્યો હતો અને શુભકામના પાઠવી છે. લોકભારતી વિશ્વ વિદ્યાલયના વિશાલભાઈ ભાદાણી તથા રાજેન્દ્રભાઈ ચોવટિયા સાથે લોકભારતીના રામચંદ્રભાઈ પંચોળી, કાંતિભાઈ ગોઠી, શ્રીધરભાઈ ગજ્જર, ગીરીશભાઈ દવે અને કાર્યકર્તા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

Previous articleતણસા ગામના શખ્સની ઈંગ્લીશ દારૂની ૩૭૨ બોટલ સાથે ધરપકડ
Next articleસોનમ કપૂર અને આનંદ આહુજા લંચ માટે નીકળ્યા