સિહોર તાલુકાની ઢુંઢસર પ્રાથમિક શાળામાં ‘બાળ લોક સંસદ’નું આયોજન

9

ગઈકાલે ગુજરાત વિધાનસભા ખાતે બાળકો માટેની ‘મોક વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે શિહોર તાલુકાના ઢુંઢસર ગામની પ્રાથમિક શાળામાં ‘બાળ લોક સંસદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ લોક સંસદ દ્વારા બાળકોમાં લોકશાહીના મૂલ્યો વિશે જાગૃતિ વધે અને તેઓ ભવિષ્યમાં સશક્ત એવી લોકશાહીમાં સક્રિય રીતે યોગદાન આપે તે માટેની સમજ આપવામાં આવી હતી. ૧૪ બાળકોએ આ ‘બાળ લોક સંસદ’માં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લોકશાહી સંસદીય પ્રણાલી ચૂંટણી પ્રક્રિયા, સાંસદોની પસંદગીની પ્રક્રિયા, ચર્ચા સત્ર વગેરેનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. શાળાના આચાર્યશ્રી દિપસંગભાઈ ચુડાસમાએ વિદ્યાર્થીઓને આ અંગેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..