તાજેતરમાં પોલીસ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર આણંદના પોલીસ જવાનને ભાવનગરની સૈનિક સંસ્થા દ્વારા રૂ.૧.૫૧ લાખની આર્થિક સહાય

17

ભાવનગરના શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં પોલીસ ફરજ દરમિયાન આકસ્મિક મૃત્યુ પામનાર આણંદ જિલ્લાના પોલીસ કોન્સ્ટેબલ સ્વ.શ્રી કિરણરાજસિંહને મરણોત્તર આર્થિક સહાય આપવામાં આવી હતી. તા. ૨૦ જુલાઈના રોજ ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ શ્રી કિરણરાજસિંહએ રાત્રે ૧ વાગે શંકાસ્પદ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
રાજસ્થાન રાજ્યના ટ્રક દ્વારા પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખવામાં આવ્યાં હતાં. કોન્સ્ટેબલના પરિવારને શહીદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ દ્વારા રૂ. ૧,૫૧,૦૦૦/- ની સહાય ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી ડો.રવિન્દ્ર પટેલ હસ્તક મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સૈનિક કલ્યાણ માટે કાર્ય કરતી આ સંસ્થા સૈનિકોના પુનર્વસન અને જરૂરિયાતમંદ પોલીસ જવાનોને અવાર-નવાર મદદ કરતી રહે છે.