ઉમરાળા ગામે પી.એમ. સર્વોદય હાઇસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી

19

ઉમરાળા ગ્રામ પંચાયત,તમામ સ્કૂલો અને સમસ્ત ગામ દ્વારા આયોજિત 76મો સ્વાતંત્ર્ય પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવાયો ઉમરાળા પી.એમ સર્વોદય હાઈસ્કૂલના પટાંગણમાં સવારે 9 વાગે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને સાથે ધોરણ 9 માં પ્રથમ આવેલ વિદ્યાર્થિની મકવાણા ખુશીબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ ગામના વરિષ્ઠ નાગરિકો, પાંચેય શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.ખાસ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા કોલેજ જતી ઉમરાળાની દીકરીઓને કોલેજ ફી ના ચેક અર્પણ કરી કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું હતુ
વિદ્યાર્થીઓના વક્તવ્ય અને દેશભક્તિના ગીતથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યું હતુ સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ એ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતુ આમ આઝાદીના આ અમૃત મહોત્સવને ઉમરાળાના લોકોએ માનભેર ઉજવ્યો હતો.
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Previous articleવૈદિક મંત્રોચ્ચાર અને શંખોના નાદ સાથે સ્વામિનારાયણ ગુરુકુલના 15 હજારથી વધારે વિધાર્થીઓ સાથેની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
Next articleજયધોષ – હર્ષ નાદ સાથે ત્રિરંગા યાત્રા મા જોડાયા સ્કાઉટ ગાઈડ