રાણપુર પોલીસે કન્ટેનર(ટ્રક)માંથી ૨૯ લાખ નો ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો…

18

વિદેશી દારૂની ૫૭૩ પેટીમાં ૬૮૭૬ બોટલ રૂ.૨૯,૩૯,૪૦૦ તેમજ ટ્રક રૂ.૧૦,૦૦,૦૦૦ મળી ૩૯ લાખ ૩૯ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો..
ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર તથા બોટાદ જીલ્લા SP કે.એફ.બળોલીયા તથા DYSP મહર્ષિ રાવળની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જીલ્લામાં હાલમાં થયેલ કથિત કેમિકલ કાંડના બનાવ અનુસંધાને સમગ્ર જીલ્લામાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય જેને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI એન.જી.રબારી તેમજ પોલીસ સ્ટાફ ને ચોક્કસ બાતમી મળેલ કે ધંધુકા તરફથી એક બોડીબંધ કન્ટેનર(ટ્રક)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવતો હોવાની બાતમીને લઈને રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI એન.જી.રબારી,ASI હીરેનભાઈ ગઢવી,ASI હરજીભાઈ સાસુકીયા,HC ગોબરભાઈ મેવાડા,નિલેશભાઈ પરમાર,અશોકભાઈ ઝાપડીયા,વિક્રમસિંહ પરમાર,જગદીશભાઈ અણીયાળીયા,PC ગભરૂભાઈ સરૈયા,વિજયભાઈ રોજીયા,રમજાનભાઈ કોંઢીયા,મનહરસિંહ પરમાર સહીતના પોલીસ સ્ટાફે રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે વોંચ ગોઠવી હતી તે દરમ્યાન દારૂ ભરેલ કન્ટેનર(ટ્રક) GJ-૨૭-V-૩૩૪૭ વાળુ કન્ટેનર આવતા રેલ્વેના ગરનાળામાં ફસાય જતા કન્ટેનર(ટ્રક)ને કોર્ડન કરી અંદર જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ ૫૭૩ પેટીઓ જેમાં ૬૮૭૬ બોટલ કીંમત રૂ.૨૯,૩૯,૪૦૦ તથા કન્ટેનરની કીંમત રૂ.૧૦,૦૦,૦૦૦ કુલ-૩૯,૩૯,૪૦૦ નો મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો.જ્યારે કન્ટેનર(ટ્રક)ચાલક દુરથી પોલીસ ને જોઈ નાશી ગયો હતો.પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI એન.જી.રબારી કરી રહ્યા છે.જ્યારે પોલીસે આ મસમોટો દારૂ નો જથ્થો ક્યાથી ક્યા પહોંચાડવાનો હતો તેની પોલીસે તપાસ હાથ ધરી છે..
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

Previous articleસ્વતંત્રતા પર્વ પર બોટાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને સન્માનિત કરાયાં
Next articleલમ્પી વાયરસને પગલે: રાણપુરમાં ગૌનંદી સેવા ગૃપ દ્વારા ગાય,નંદી અને વાછરડાને આર્યુવેદીક લાડવા ખવડાવામાં આવ્યા…