લમ્પી વાયરસને પગલે: રાણપુરમાં ગૌનંદી સેવા ગૃપ દ્વારા ગાય,નંદી અને વાછરડાને આર્યુવેદીક લાડવા ખવડાવામાં આવ્યા…

18

ચોખ્ખા ઘી થી બનાવેલ આયુર્વેદિક લાડવા રાણપુર શહેરમા બિનવારસી ગાય,નંદી, નાનાવાછરડા ને ખવડાવ્યા..
લમ્પી વાયરસ સામે પશુઓને રક્ષણ મળે તે માટે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગૌનંદી સેવા ગ્રુપ દ્વારા ગાય,નંદી,વાછરડા ને આર્યુવેદીક લાડવા ખવડાવામાં આવ્યા છે.ચોખ્ખા ઘી થી બનાવેલ આયુર્વેદિક લાડવા બનાવી રાણપુર શહેરમા રહેલા બિનવારસી ગાય , નંદી અને નાના વાછરડા ને ખવડાવી લમ્પી વાઇરસ ની સામે રક્ષણ મળે અને તે અબોલ જીવ આ ભયંકર રોગચાળા થી બચી જાઈ તે માટે થઇને રાણપુર શહેરમા રહેલા અબોલ જીવ ગૌમાતા , નંદી અને નાના વાછરડા ને ચોખ્ખા ઘીના આયુર્વેદિક લાડવા બનાવી ખવડાવામા આવ્યા , આવા કપરા સમયમા ભારે મહેનત બાદ રાણપુર શહેરમા સેવાભાવી માણસો થકી ગૌનંદી સેવા ગ્રુપ દ્વારા એક મહાન પરમારથ નું કાર્ય કર્યું છે અને ખરેખર આવા સત્કાર્ય કરતા રહો ,અને જેની સામે કોઈ માણસ જોતું પણ નથી તેવા અબોલ જીવની નિસ્વાર્થ ભાવથી ગૌનંદી સેવા ગ્રુપ દ્વારા અદભુત સેવા કરવામાં આવી રહી છે.જેને લઈ પશુ પ્રેમીઓ દ્વારા ગૌનંદી સેવા ગૃપ ની સેવાકીય પ્રવૃતી ને બિરદાવી રહ્યા છે..
તસવીર-વિપુલ લુહાર

Previous articleરાણપુર પોલીસે કન્ટેનર(ટ્રક)માંથી ૨૯ લાખ નો ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડ્યો…
Next articleરાણપુર શહેરમાં રાવળ સમાજના સ્મશાનમાં થયેલા દબાણ દૂર કરવા TDO અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું