રૂવાપરી રોડ પર ફરસાણનાં કારખાનામાં આગ ભભુકી ઉઠી

919

શહેરના રૂવાપરી રોડ પર આવેલ ફરસાણનાં કારખાનામાં મોડીરાત્રે આગનો બનાવ બનવા પામ્યો હતો બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ દોડી જઈ આગને બુજાવી દીધી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના રૂવાપરી રોડ યોગેશ્વર મંદિરની સામે આવેલ રાજુભાઈ ગુરૂનામલ રાવનાણીની માલીકીના પ્લોટ નં. એફ-૬૯ ફરસાણના કારખાનામાં મોડીરાત્રે આગનો બનાવ બનવા પામ્યો હતો આગમાં કારખાનામાં રહેલા લાકડા અને પ્લાસ્ટીકનો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો બનાવની જાણ થતાં ફાયર સ્ટાફ દોડી જઈ પાણીનો છટકાવ કરી આગને બુજાવી દીધી હતી.

Previous articleઆનંદનગરમાં કરોડોની જમીન દબાણ મુક્ત કરતું તંત્ર
Next articleશહેરની હોટલો-રેસ્ટોરામાં આરોગ્ય વિભાગના દરોડા