વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે શહેરમાં નિકળેલી વિશાળ રેલી

1207

૩૧ મે વિશ્વ તમાકુ નિષેક દિન નિમિત્તે આજે ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નિકળેલી રેલીનું પ્રસ્થાન એથેડેમિક મેડીકલ ઓફિસર, ડો.પી.એ. પઠાણના હસ્તે કરવામાં આવેલ. આ રેલીમાં જિ.પં.ના અધિકારીઓ, કર્મચારીઓ, ભાવનગર-ઘોઘા હેલ્થ ઓફિસનો તમામ સ્ટાફ સરકારી મેડીકલ કોલેજ, સરકારી નર્સીંગ કોલેજ સ્ટાફ વિદ્યાર્થીની, સહજાનંદ ગુરૂકુળ નર્સીંગ કોલેજની વિદ્યાર્થીનીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત પ૦૦ ઉપરાંત લોકો જોડાયા હતા.
વિદ્યાર્થીનીઓ દ્વારા રેલીમાં તમાકુ વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા અને લોકોને તમાકુના વ્યસનથી દુર રહેવા તમાકુ વિરોધી પ્રતિજ્ઞા લેવરાવાયેલ. જિ.પં. પટાંગણથી નિકળેલી રેલી કાળાનાળા, સર ટી. હોસ્પિટલ થઈ મેડીકલ કોલેજ પહોંચી હતી.

 

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, ય્જીજીમ્ પરીક્ષાની તૈયારી માટે
Next articleજળસંચય અભિયાનની દુરોગામી અસર જોવા મળશે : મંત્રી રાદડીયા