ઉચૈયા ગામે ચાલતી ભાગવત કથામાં સંતવાણી કાર્યક્રમ યોજાયો

994

રાજુલા તાલુકાના ઉચૈયા ગામે અધીકમાસ નિમિત્તે ચાલતી ભાગવતાચાર્ય શાસ્ત્રી મહેશદાદા વ્યાસપીઠ પર બિરાજી સાત દિવસ શ્રીમદ ભાગવત જ્ઞાનગંગાની ભકતી રસધારા વહાવી રહ્યા હોય બહોળી સંખ્યામાં ઉપસ્થિત વડિલો માતાઓ બહેનો રહી કથા રસપાન કરીર હ્યા હોય ગામના યુવાનોની જહેમતથી જેમાં પ્રતાપભાઈ બેપારીયા, સરપંચ – ઉપસરપંચ દિલુભાઈ ધાખડા, ચંપુભાઈ ધાખડા, દલપત મહારાજ, બદરૂભાઈ બોરીચા, મુન્નાભાઈ ધાખડા દ્વારા આવનાર મહાનુભાવોની આગતા-સ્વાગતા કરી રહ્યા હોય ત્યારે ગત રાત્રીએ વધુમાં અધિક માસને ભકતીરસમાં ઉમેરો કરવા સંતવાણી આરાધક શેલેશ મહારાજ સાથે પીન્ટુદાન ગઢવી ભજન આરાધક મીરભાઈ અને સાહિત્ય ક્ષેત્રે ઉંચુ નામ તેવા જોરૂભાઈ ધાખડા અને કલાવંદ સાથે સંતવાણી કાર્યક્રમ ઉજવાયો જે આજે શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પુર્ણાહુતી કરાઈ હતી.

Previous articleરાણપુરનાં નાગનેશ ગામે વિશ્વ તમાકુ દિવસ નિમિતે રેલી યોજવામા આવી
Next article૮૪ સફાઈ કામદારોને વર્ષોથી ૭ની બદલે ૪ હજાર પગાર ચુકવતા હતા