૮૪ સફાઈ કામદારોને વર્ષોથી ૭ની બદલે ૪ હજાર પગાર ચુકવતા હતા

899

રાજુલા નગરપાલિકાના વિવાદીત ચીફ ઓફીસરે ૮૪ સફાઈ કામદારોના ર મહિનાથી પગાર ન કરવાથી સફાઈ કામદારોના પગારમાં થતી ગોલમાલ નવી બોડીએ કર્યો પર્દાફાશ ૭૦૦૦ પગારને બદલે ૧-૧ પાસે નારા લગાવાયા.
રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર રાકેશ પરીખ કોંગ્રેસની નવી બોડીના પ્રમુખ બાધુબહેન વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દીપેનભાઈ ધાખડાએ ચીફ ઓફીસર રાકેશ પરીખના કાળા કારનામા અગાઉની બોડીમાં થયેલ ભારો ભાર લાખો રૂપિયાના થયેલ ભ્રષ્ટાચાર બાબતે ૧૯ સભ્યોએ જિલ્લા કલેકટરને મોકલાયા બાદ હવે બીજો ભ્રષ્ટાચારની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો કારણ પેટીયુ રળતા એકદમ ગરીબ સફાઈ કામદારોને લીગલી મળતો પગાર રૂા. ૭૦૦૦ ચુકવવા ના હોય છે જે ચીફ ઓફિસર રાકેશ પરીખે ૧-૧ કામદારોને માત્ર મહિને ૪૦૦૦ હજાર રૂપિયા ચુકવી ૩૦૦૦ હજાર વર્ષોથી હડપ કરવાનો કિસ્સો સામે આવતા જેનો પર્દાફાશ જાગૃત નાગરપાલ્કાના સદસ્ય દિપેનભાઈ ધાખડાએ પ્રમુખ બાધુબહેન વાણીયા, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાને જાણ કરતા બાધુબહેન તથા શંભુભાઈ માંડરડી, કારોબારી ચેરમેન કિશોરભાઈ ધાખડાએ સફાઈ કામદારોની મદદે ચડી ચીફ ઓફીસરને ચમત્કાર બતાવવા એકાએક સફાઈ કામદારોને પુરેપુરો પગાર રૂા. ૧ વ્યકિતને રૂા. ૭૦૦૦/- ૮૪ કર્મચારીને કરી આપવામાં આવ્યો હતો.

બીજી તરફ ચીફ ઓફિસર આર.કે.પરીખ અગત્યની ટપાલો ગુમ કરી દેતા અથવા મોડી ઈન્વર્ડ કરાવતા બીજી તરફ ચીફ ઓફીસર નગરપાલિકાના બીલોમાં સહી ન કરવા ૧-૧ મહિનાથી હાજર જ ન રહેતા રોષ ફેલાયો છે. દર મહિને સફાઈ કામદારોનો પગાર રૂા. ૧પ લાખ થતો જેમાંથી ભાગ બટાઈ કોન્ટ્રાકટરોના નામે કરી રોજના ૧ વ્યકિત સફાઈ કામદારોને રૂા. ૧પ૦ અપાતા તે હવે નવી બોડી દ્વારા આદેશથી રૂા. ૩૦૦ ચુકવાશે જો કે આજકાલ ર દિવસથી બેંકોમાં હડતાલ હોવાથી ર દિવસ પછી પણ મળી જશે. આ બાબતે તમામ ૮૪ કર્મચારીઓમાં આનંદ છવાયો અત્યાર સુધીના ચીફ ઓફિસરના કૌભાંડો ખુલતા નગરપાલિકાના ૮૪ કર્મચારીઓ દિપેનભાઈ ધાખડા નગરપાલિકા સદસ્યની રાહબરી અને કામદારોની સાથે રહી તમામ કર્મચારીઓને ન્યાય અપાવવા નગરપાલિકાના ગેટ પાસે ઉપવાસ ઉપર ઉતરી જવાના હોય પણ સૌ કર્મચારીઓ ચીફ ઓફિસર સામે વિરોધ કરી હાય હાય ના નારા લગાવાયા હતં. સમજાવટથી દરેક કર્મચારીનો પુરો પગાર નકકી થતા ટકનું લાવી ટકે ખાતા કર્મચારીઓએ હડતાલ પણ બંધ રાખેલ તેમજ નગરપાલિકા પ્રમુખ બાધુબેન ચીફ ઓફિસર પર આક્ષેપ કરતા કહ્યું કે સફાઈ કામદારોનેય ન મુકયા જે કમીશન આપવું પડતું હતું તે હવે બંધ કરાવ્યું છે.

 

Previous articleઉચૈયા ગામે ચાલતી ભાગવત કથામાં સંતવાણી કાર્યક્રમ યોજાયો
Next articleધો.૧૨ સામાન્ય પ્રવાહનુ ૫૫.૫૫% પરિણામ જાહેર