રાજુલા શહેરને પાણી પુરૂ પાડવા માટે ખેડૂતોએ પોતાના કુવાનું પાણી આપ્યું

1830

 

રાજુલામાં ધાતરવડી ડેમ અને મહિપરિએજ યોજનાનું પાણી મળે છે પણ ગત વર્ષે રાજુલાનો ડેમ ઓવરફ્લો થયો ન હતો. હાલમાં આ ડેમ તળીયા જાટક થઈ ગયા છે. માત્ર મહિપરીએજ યોજના પર આધારિત છે ત્યારે પાલિકા માટે પાણી મોટો પડકાર હતો. રાજુલામાં પાલિકા પ્રમુખ બાઘુબેન વાણીયા, છત્રજીતભાઈ ધાખડા, પૂર્વ પ્રમુખ રામકુભાઈ ધાખડા અને દિનેશભાઈ ધાખડા પાણીનું આયોજન કરવા આજુબાજુના ખેડૂતોને વિનંતી કરી હતી.

આ ખેડૂતોએ પોતાના ખેતરના કુવામાંથી પાણી આપવા તૈયાર થયા છે. હાલમાં એક કુવામાંથી પાણી સંપમાં નાખી હાલ રાજુલા શહેરને પાણી અપાયું છે. આગામી સમયમાં બીજી કુવાઓમાંથી પાણી નાખવામાં આવશે અને આ ભરઉનાળે ત્રણ દિવસે પાણી આપવામાં આવ્યું હતું. આ બાબતે પાલિકાના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ પોતાના કુવામાંથી પાણી આપવાની તૈયારી દર્શાવી છે ત્યારે આગામી ટુંક જ સમયમાં એક આતરા કે કાયમી પાણી આપવામાં આવશે.

Previous article‘વયસ્ક વ્યક્તિની તબીબી સારવાર અર્થે મુલાકાત’ પાયલોટ પ્રોજેકટનો શુભારંભ
Next articleરાજુલામાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરીને ૧૪ લાખની રકમ ગૌશાળામાં આપી