ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુવરબા મહિલા ટી.વાય.બી.બી.એ. માં અભ્યાસ કરતી ૫ વિદ્યાર્થીનીઓએ સમગ્ર ભાવનગર યુનિવર્સિટીમાં ટોપ ૧૦માં સ્થાન પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યુ હતું.
નંદકુવરબા મહિલા કોલેજ ટી.વાય.બી.બી.એ. માં અભ્યાસ કરતી કુ. સિધ્ધપુરા ભૂમિ એ સમગ્ર યુનિ.માં ૨જો રેન્ક, કુ.ઈટાલીયા રક્ષિતાએ યુનિ.માં ૪ થો રોન્ક, કુ.લાઠિયા પિનલે યુનિ.માં ૭મો રેન્ક, કુ. પટેલ પૂજાએ યુનિ.માં ૯મો રેન્ક, કુ.જાડેજા આરતીબાએ સમગ્ર યુનિ.માં ૧૦મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. વધુમાં આ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે યુનિ.માં રેન્ક પ્રાપ્ત કરવાનો શ્રેય કોલેજની ફેકલ્ટી અને કોલેજ પરિવારને જાય છે. કોલેજ પુરૂ પાડવામાં આવતુ મટીરીયલ્સ અને સમયાંતરે ટેસ્ટને કારણએ ટોપ ટેનમાં સ્થા પ્રાપ્ત કરી શક્યા હતા.