ભાવનગર શહેર અને જિલ્લાની યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજો સામેના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહી આવતા ગઈકાલે ઈ.સી.ની બેઠક દરમિયાન જ સ્વનિર્ભર કોલેજ સંચાલક મંડળના પ્રમુખ રમેશભાઈ રાઠોડ ઉપવાસ પર ઉતરી જતા શૈક્ષણિક આલમમાં ચકચાર મચી જવા પામી છે.
સ્વનિર્ભર કોલેજોને થતા અન્યાયની સામે યુનિવર્સિટી સામે ઉપવાસ પર ઉતરેલા મંડળના પ્રમુખ રમેશભાઈ રાઠોડના સમર્થમાં આજે વિવિધ કોલેજના સંચાલકો તેમજ શહેર ભાજપ સહિત રાજકીય અગ્રણીઓ પણ યુનિ. ખાતે પહોચી સમર્થન આપ્યુ હતું. સ્વનિર્ભર કોલેજના સંચાલકો દ્વારા પોતાના વિવિધ પ્રશ્નો અંગે સુત્રોચ્ચારો કર્યા હતા અને જ્યાં સુધી સ્વનિર્ભર કોલેજોને થતા અન્યાયનો ઉકેલ નહી આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન શરૂ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.
















