ખંભાતથી ચોરી થયેલ બાઈક સાથે શખ્સ ઝબ્બે

955

ખંભાતમાંથી ચોરી થયેલ બાઈક સાથે બોટાદના બરવાળા ફાટક પાસે રહેતા શખ્સને એલ.સી.બી.ટીમે નિલમબાગ સર્કલ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર, એલ.સી.બી.સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નિલમબાગ સર્કલ પાસે આવતાં પો.કો. ભીખુભાઈ બુકેરા તથા કેવલભાઈ સાંગાને ચોરાવ મો.સા. અંગે મળેલ બાતમી આધારે તપાસ દરમિયાન શંકાસ્પદ મો.સા. સાથે મુકેશભાઈ મફાભાઈ સાકરીયા ઉ.વ.૨૫ રહે. બરવાળા ફાટક પાસે, રેલ્વે સ્ટેશન પાસે બોટાદવાળા મળી આવેલ તેની પાસેથી મો.સા. આગળ પાછળ રજી.નું મળી આવેલ જે મો.સા.નાં આધાર પુરાવા માંગતા નહિ હોવાનું જણાવેલ તેણે ઉપરોક્ત મો.સા. ચોરી અગરતો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મો.સા.કિ.રૂા.૪૦,૦૦૦ ગણી કબ્જે કરવામાં આવેલ. તેા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરે તેને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોપી આપાવમાં આવેલ. ઈસમની પુછપરછ કરતાં આજથી આશરે એકાદ વર્ષ પહેલા તેણે ઉપરોક્ત મો.સા. ખંભાત રોડ ઉપરથી ચોરી કરી તેના અંગત ઉપયોગમાં વાપરતો હોવાની કબુલાત કરેલ.

આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઈન્સ. ડી.એમ. તથા પો.સબ. ઈન્સ. એન.જી.જાડેજાનાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, ગુલમહંમદભાઈ કોઠારીયા, ભયપાલસિંહ ચુડાસમા, ભીખુભાઈ બુકેરા, સત્યજીતસિંહ ગોહિલ, કેવલભાઈ સાંગા, મીનાજભાઈ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleરાણપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ખાલી દારૂની બોટલ મળી
Next articleધાતરવાડી નદીની કરાયેલી સફાઈ, આગેવાનો મુલાકાતે