રાણપુરમાં પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન અર્થે મિટીંગ યોજાઈ

1516

ગુજરાત સરકાર ના રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનની ઉજવણી ના ભાગરૂપે બોટાદ જીલ્લા ના રાણપુરમાં સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે તા-૫,૬,૨૦૧૮ થી તા-૧૧,૬,૨૦૧૮ ના રોજ એક સપ્તાહ સુધી રાણપુરના દરેક વિસ્તારોમાં પર્યાવરણ ને ખતરારૂપ પ્લાસ્ટીકની સફાઈ કરવામા આવશે જેમા અલગ-અલગ કાર્યક્રમો સવારે પ્રભાત ફેરી,રોડ-શો,શેરી નાટક,લોક ડાયરો, ગ્રામસભા, ગરબા, ભવાઈ, સંગીત, શેરી નાટકો જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે રાણપુરના અલગ અલગ વિસ્તારોમાં પર્યાવરણ ને ખતરારૂપ પ્લાસ્ટિક સફાઈ અભિયાન ઉજવણીમાં રાણપુરના દરેક લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ તે માટે આજે રાણપુર તાલુકા પંચાયત ખાતે બોટાદ ડી.ડી.ઓ.ની અધ્યક્ષ તામાં આયોજનની મિટીંગ યોજાઈ હતી જેમા રાણપુરના ટી.ડીઓ, રાણપુર મામલતદાર, રાણપુરના તલાટી, રાણપુરના સરપંચ, રાણપુર એ.પી.એમ.સીના ચેરમેન, રાણપુર વહેપારી મંડળના ઉપપ્રમુખ સહીત તમામ સંસ્થાના આગેવાનો સરકારી કર્મચારીઓ રાણપુરના વહેપારીઓ તથા રાણપુર શહેરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleધાતરવાડી નદીની કરાયેલી સફાઈ, આગેવાનો મુલાકાતે
Next articleGHCL કંપનીને આખરે નોટીસ અપાતા ઉપવાસી છાવણીમાં આનંદ