વિકાસ કામો અંગે ઉપવાસ પર બેઠેલા કોંગ્રેસના નગરસેવકોને પારણા કરાવાયા

1264

સિહોર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કોંગ્રેસના નગરસેવકોના વિસ્તારના કામ બહુમતી જોરે અટકાવતા સિહોર કોંગ્રેસના નગરસેવકો  પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ ની આગેવાની હેઠળ છ દિવસ સુધી ઉપવાસ પર બેસી ધરણા કરેલ પણ નગરપાલિકા ટસ ની મસ થતી ન હતી પછી સિહોર શહેર કોંગ્રેસ દવારા આ આંદોલન વધુ આક્રમક બનાવી  ઉપપ્રમુખ કીશનભાઈ મહેતા  તથા ચેતનભાઇ ત્રિવેદી સાતમા દિવસે અચોક્કસ મુદ્દત અનશન પર બેસી ગયા હતા સાથે સહકાર મા શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઈ ચૌહાણ, કિરણભાઇ ઘેલડા, સુભાષભાઇ રાઠોડ, દિનેશભાઈ પટેલ, જગદીશભાઈ છેલાણા, અનિલભાઈ પ્રબતાણી, હિરલ બેન, વગેરે ઉપવાસ પર બેઠા હતા જેને ભાવનગર જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો મેહુરભાઇ લવતુકા, જીલ્લા પંચાયતના પ્રમુખ  સંજયસિંહ સરવૈયા, વગેરે પણ આજ રોજ  આંદોલન છાવણી ની મુલાકાતે હતા તે દરમિયાન  તેમના પ્રયાસો થકી   સિહોર નગરપાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી સાથે નગરપાલિકા ના સભ્યો અને કમઁચારીઓ દવારા અનશન છાવણી ની મુલાકાત લઈ જાહેર મા કોંગ્રેસ ના નગર સેવકો ના વિસ્તાર મા જનહિત તેમજ વિકાસ ના કામો કરવાની બાંહેધરી આપી દરેક ઉપવાસી ને પારણા કરાવી આ આંદોલન ને સમેટાયુ છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ ના મહામંત્રી લાલભા ગોહિલ ખાસ હાજર રહ્યા હતા.

Previous articleમારી નાખવાની ધમકીના ગુનામાં બે શખ્સોને ઝડપી લેતી એસ.ઓ.જી. ટીમ
Next articleમહુવા ન.પા.માં કોંગ્રેસે સત્તા છીનવી ભાજપના આઠ સભ્યો વિરૂધ્ધ થયા