પીપાવાવ ધામે ઉપવાસ કરતા બે વ્યકિતઓથી તબીયત લથડી

1542

રાજુલાના તાલુકાના પીપાવાવ ધામમાં ૫/૬ના રોજ ગ્રામપંચાયત દ્વારા ગ્રામસભાનુ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ પીપાવાવ ધામના ગામજનો છેલ્લા ૪૩ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે તેમજ પાંચ લોકો છેલ્લા ૩૧ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આંદોલનકારીઓ રોષે ભરાયાં હતાં અને પીપાવાવ ધામ ગ્રામપંચાયત દ્વારા યોજાયેલી ગ્રામસભાનો વિરોધ કર્યો હતો આંદોલનકારીઓને ન્યાય આપોના નારા સાથે વિરોધ નોંધાવ્યો હતો પરંતુ ત્યારબાદ ગામના તલાટી મંત્રી નિતિનભાઈ ભટ્ટ અને ઉપસ્થિત આગેવાનોએ આંદોલનકારીઓને સમજાવ્યાં હતાં કે ગ્રામસભા ગામનાં હિત માટે હોય છે આથી સુલેહ સમજણ બાદ ગ્રામસભા યોજાયી  ગામના વિકાસ માટે ઠરાવો પસાર કર્યાં હતાં. ૩૧દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા બાબુભાઈ સાંખટ અને સાદુળભાઈ શિયાળની તબિયત લથડતાં એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

Previous articleફોટોગ્રાફર પિતા-પુત્રી સહિત ૧પ કલાકારનું મુખ્યમંત્રી દ્વારા સન્માન
Next articleબીટ પ્લાસ્ટીક પોલ્યુશન થીમ અંતર્ગત પીલગાર્ડનની સફાઈ