આડોડીયાવાસમાં રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બિયર સાથે ‘જોન્ટી’ ઝડપાયો

1406

 

શહેરના કુખ્યાત એવા આડોડીયાવાસ વિસ્તારમાં એલસીબી ટીમે રહેણાંકી મકાનમાં પૂર્વ બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે જોન્ટીને ઝડપી લીધો હતો.

એલ.સી.બી સ્ટાફનાં માણસો ઓફિસે હાજર હતાં.તે દરમ્યાન પો.કોન્સ. જીતેન્દ્દસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર આડોડિયાવાસમાં રહેતાં જીતેશ ઉર્ફે જોન્ટી જશુભાઇ મગનભાઇ પરમાર પોતાનાં કબ્જા-ભોગવટાનાં રહેણાંક મકાનમાં પરપ્રાંત દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં મકાને જીતેશ ઉર્ફે જોન્ટી જશુભાઇ મગનભાઇ પરમાર-આડોડિયા ઉ.વ.૨૪ રહે.આડોડીયાવાસ હાજર મળી આવેલ. તેનાં બે માળનાં મકાને જડતી તપાસ કરતાં રૂમમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૮૮ કિ.રૂ.૨૬,૪૦૦/-તથા બિયર ટીન-૯૧ કિ.રૂ.૯,૧૦૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૪૫,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવેલ. આરોપી જીતેશ ઉર્ફે જોન્ટી જશુભાઇ મગનભાઇ પરમારને ધોરણસર અટક કરેલ.તેનાં વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન માં પ્રોહી. એકટની અલગ-અલગ કલમો હેઠળ ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ.

Previous articleજાફરાબાદ નર્મદા સિમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleભાજપની વિકાસ ગાથા વર્ણવતા મંત્રી માંડવિયા