વરતેજ પોલીસે દારૂ ભરેલી સ્કોર્પીયો સાથે ૧ શખ્સને રંગે હાથ ઝડપ્યો

1999

 

વરતેજ પો.સ્ટે.પો.સબ. ઇન્સ. આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન રાજેન્દ્રસિહ સરવૈયા, વિસ્વરાજસિહ વાધેલાને મળેલ બાતમી આધારે સ્કોર્પીયો કાર નંબર જી.જે.૧.એચ.એમ.૧૦૩ માંથી અલગ અલગ ઇંગ્લીશ દારૂ ની બોટલો નંગ ૩૭૨ કી.રૂ.૧,૧૧,૬૦૦/- તથા સ્કોર્પીયો કાર નં.જી.જે.૧. એચ.એમ.૧૦૩ ની કી.રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપી જયેશભાઇ વલ્લભભાઇ રાઠોડ જાતે-કોળી ઉવ.૨૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.દેસાઇનગર ઝવેરભાઇની વાડી શેરી.નં.૩ ભાવનગર વાળા ને પકડવામા સફળતા મળેલ ધોરણસર ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરેલ છે.

Previous articleમારામારીના ગુનામાં ફરાર શખ્સને એસઓજીએ ઝડપ્યો
Next articleશેત્રુંજી નદીના તટ પરથી સિંહનો મૃતદેહ મળી આવ્યો