ગટરના ગોખથી પશુઓના પેટ સુધી વકર્યુ પ્લાસ્ટીક પ્રદુષણ

1392

રાજ્ય સરકાર ટૂંક સમયમાં ૨૦ માઈક્રોનથી ઓછી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવાની હિમાયત કરી રહી છે. ત્યારે સરકારના આ નિર્ણયથી સમસ્યાનું સમાધાન આવે તેવી કોઈ શક્યતા નહીવત છે. તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં પાણીના પાઉચ તથા ચા માટે વપરાતા પ્લાસ્ટીકના કપના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ નિયમને અનુક્રમે ભાવનગર સહિતના શહેરોની મહાનગર પાલિકા અનુસરવા ઈચ્છે છે તો બીજી તરફ રાજ્ય સરકાર પણ સમગ્ર રાજ્યમાં લાગુ કરવા વિચારણા હેઠળ છે. ત્યારે પર્યાવરણ પ્રેમીઓ તથા જાગૃત નાગરિકો એવો સવાલ કરી રહ્યા છે કે શું પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મુકવાથી પ્રદુષણની સમસ્યા હલ થશે ?

ભાવનગર શહેર તથા જિલ્લામાં એક પણ સ્થળ એવુ નથી કે જ્યાં પ્લાસ્ટિક સંબધી દુષણ ન હોય છેલ્લા કેટલાક વર્ષોથી ભુગર્ભ ડ્રેનેજ લાઈનથી લઈને રેઢીયાર પશુઓના પેટમાં પણ વેસ્ટ પ્લાસ્ટીકનો પારાવાર જથ્થો મળી આવે છે. ત્યારે આવા ઉત્પાદનનો બંધ કરવાના બદલે ઉપયોગ ટાળવાથી કોઈ પણ સંજોગોમાં આ સમસ્યા નિવારણ શકાય નહી માટે સરકાર પ્લાસ્ટીકના ઉત્પાદન ફરજ કાયમી માટે પ્રતિબંધ જાહેર કરે અને આ આદેશનું ચૂસ્તપણે પાલન થાય તો જ આ વિકરાળ સમસ્યાનો સચોટ ઉપાય મળે તેમ છે.

Previous articleહાઇકોર્ટમાં રિટથી RTEના બીજા ચરણમાં વિલંબ
Next articleઘોઘા વન વિભાગ દ્વારા સફાઈ