બરવાળામાં પોલીસની કનડગતથી વેપારીઓ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી

1296

બરવાળા ખાતે પોલીસ અધિકારીઓ ધ્વારા વેપારીઓને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના મુદે ઉગ્ર રોષ ફેલાઈ ગયો છે ત્યારે બરવાળા વેપારી મંડળ ધ્વારા પોલીસના દમન વિરૂધ્ધમાં ગૃહમંત્રી(ગાંધીનગર) રેન્જ આઈ.જી.(ભાવનગર રેન્જ) પોલીસ અધિક્ષક (બોટાદ જિલ્લા) સહિતના વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી.હ્વ બરવાળા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ ધ્વારા મેઈનબજારમાં વેપારીઓના માલ-સામાન ઉતારવા તેમજ માલ-સામાન ભરી જતા વાહનોને ડીટેઈન કરી દંડ વસુલ કરી હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના કારણે બરવાળા વેપારી મંડળ ધ્વારા દેરાવાસી જૈન સમાજની વાડીમાં વેપારીઓની બેઠક મળી હતી જેમાં નીરંજનભાઈ સોની, રમેશભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ રાણપુરા, કિર્તીભાઈ ઠકકર, દિપકભાઈ રાણપુરા સહિતના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.બરવાળા પોલીસ ધ્વારા હાઈવે રોડથી ખમીદાણા દરવાજા થછ છત્રીચોક થી રોજીદ દરવાજા સુધીની બજારમાં માલ-સામાન ભરવા તેમજ ખાલી કરવા માટે આવતા ટ્રાફીકને અડચણ રૂપ નહિ તેવા વાહનોને ડીટેઈન કરવામાં આવતા હોવાથી બરવાળાના વેપાર ધંધા ઉપર માઠી અસર પડી રહી છે તેમજ વેપારીઓને આ મંદીના માહોલમાં આર્થિક બોજ સહન તેમજ નુકશાન ભોગવવુ પડતુ હોવાના પ્રશ્નો આ બેઠકમાં ઉપસ્થિત થયા હતા.તેમજ વેપારીઓને પોલીસ ધ્વારા એન કેન પ્રકારે હેરાન-પરેશાન કનડગત કરતા હોવાથી ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવા આ વેપારી મંડળની મીટીંગમાં સર્વાનુમતે નકકી કરવામાં આવેલ હોવાથી પોલીસ વિભાગના અધિકારીઓને ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવેલ છે. બરવાળા પોલીસની દમનગીરીથી બરવાળાના વેપારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો છે.

મહિલા પીએસઆઈ કામળીયાને બરવાળા મુકવા માંગણી

બરવાળા શહેર વિસ્તારમાં ફરજ બજાવતા વી.એમ.કામળીયા (મહિલા પી.એસ.આઈ.)ની બદલી થતા આવા અનેક પ્રશ્નો બરવાળા શહેરમાં ઉપસ્થિત થવા પામ્યા છે. બરવાળા શહેરી વિસ્તારમાં મહિલા પી.એસ.આઈ.ની કામગીરીથી વેપારીઓ તેમજ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યારે મહિલા પી.એસ.આઈ. વી.એમ.કામળીયાને બરવાળા પોલીસ સ્ટેશનનો સ્વતંત્ર હવાલો આપવામાં આવે તેવી બરવાળાના વેપારીઓ તેમજ નગરજનો ધ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Previous articleફેસબુક પર મોગલમાં વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે પગલાની માંગણી
Next articleડુપ્લીકેટ નોટોના ગુન્હામાં વોન્ટેડ બિહારનો મુખ્ય સુત્રધાર ઝડપાયો