પીપલગ ગામે સ્વામીનારાયણ સત્સંગી જીવન કથાનું આયોજન

1229

અમરેલી પાસે પીપલગ ગામે સ્વામીનારાયણ સત્સંગી જીવનની સાત દિવસની ભવ્યાતિભવ્ય કથાનું આયોજન થયું. જેમાં સાત દિવસ સુધી ગામ ધુમાડા બંધનું આયોજન થયું છે. અમરેલી પાસે પીપલગ ગામે સ્વામીનારાયણના સત્સંગી જીવન કથાનું આયોજન થયું. જેમાં મુળ પીપલગના પટેલ અને કાઠી દરબાર મિત્ર દ્વારા પ્રેણાદાયક સાત દિવસ સુધી ગામ ધુમાડા બંધ કરી હરીહર મહાપ્રસાદનું આયોજન થયું. જેમાં પીપલગ ગામના પટેલ રાજુભાઈ કથીરીયા તેમજ પ્રેરણાદાયી તેના મિત્ર પીપલગના કાઠી ક્ષત્રિય શિવરાજભાઈ વાળા તેમજ ગામના ઉપસરપંચ ઘનશ્યામભાઈ ખણેસા, મનસુખભાઈ હીરપરા દ્વારા અધિક માસમાં અતિ પૂણ્યનું ધાર્મિક કાર્ય સ્વામીનારાયણ સરધાર મંદિરના ખ્યાતનામ વકતા ખુશાલ ભગત તથા નિલેશ ભગત સહિત સરધારથી પધારી ગામ તેમજ બહારગામની ધર્મપ્રેમી જનતાને સાત દિવસ સુધી ભજન અને ભોજનમાં તરબોળ કરેલ જે અન્ય માટે પ્રેરણાદાયક એ માટે લેખાય છે કે કુદરતી રૂપિયો તો ઘણાને આપ્યો છે પણ વાપરવો તે પણ આવા સમાજ તેમજ અન્ય સમાજને સાથે રાખી એક્તાનું પ્રતિક આ સત્સંગી જીવન કથા બનવા પામેલ છે.

Previous articleદહેગામ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
Next articleદામનગરમાં પોલીસનો સપાટો : અનેક વાહન ચાલકો દંડાયા