મોગલ માતાજી વિશે ફેસબુક પર ટીપ્પણી કરનાર સામે રોષ : ઢસામાં આવેદન અપાયું

1779

ચારણ ગઢવી સમાજના પૂજનિય આઈ મોગલ માતાજી વિરૂધ્ધ આવારા તત્વોએ સોશ્યલ મિડીયામાં અભદ્ર ભાષામાં ટીપ્પણી કરતા ચારણ (ગઢવી) તથા તમામ અઢારે વરણ સમાજમાં રોષની લાગણી ફાટી નિકળી હતી. આવા શખ્સો સામે પગલા ભરવા ઢસા આઈ સોનલ ચારણ યુવક મંડળ તથા મોગલધામ યુવક મંડળ તથા ચારણ (ગઢવી) સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક કાર્યવાહી, પગલા લેવા માંગણી કરી છે. કળીયુગમાં હાજરાહજુર ગણાતા માં મોગલ ફેસબુક તથા સોશ્યલ મિડીયાના માધ્યમથી અપના અડ્ડા ગ્રુપમાં અભદ્ર ટીપ્પણી કરનાર ચારણ સમાજ તથા હિન્દુ ધર્મની લાગણી દુભાવી વયમનુષ્ય પેદા કરી ગલત ભાષાનો ઉપયોગ કરી ધાર્મિક આસ્થાની લાગણી દુભાવી છે. ત્યારે ઢસા આઈશ્રી સોનલ ચારણ (ગઢવી) યુવક મંડળ તેમજ દરેક આઈશ્રી મોગલછોરૂ તથા ચારણ ગઢવી સમાજ તથા તમામ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Previous articleજાફરાબાદના વઢેરા, રોહીસા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
Next articleદામનગર પો.સ્ટે.માં શાંતિ સમિતિની મળેલી બેઠક