૮.૮પ કરોડના હીરા લઈ ભાગેલો કારીગર ઝડપાયો

19628

ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલ હરીદર્શન એક્ષપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ હિરાની ઓફિસમાંથી ઉકાળવા માટે આપેલા રૂા.૮ કરોડ ૮પ લાખના હિરા લઈ છુમંતર થઈ ગયેલ કારીગરને બોટાદ એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

બોટાદ જીલ્લા પોલીસ અધીક્ષક સજનસિંહ પરમાર દ્વારા નાસતા ફરતા આરોપી પકડી પાડવા કડક સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી ના પો. ઇન્સ એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના હે.કો ભગવાનભાઇ, હે.કો રાકેશભાઇ, હે.કો બળભદ્રસિંહ, હે.કો પ્રવીણસિંહ, હે.કો મયુરસિંહ, પો.કો ક્રીપાલસિંહ, પો.કો અશોકભાઇ, ડ્રા.પો.કો કનકસિંહ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હે.કો ભગવાનભાઇ ખાંભલા ને મળેલ બાતમી આધારે ભાવનગર શહેર નીલમબાગ પો.સ્ટે ઇ.પી.કો કલમ ૪૦૮ મુજબનો ગુન્હો જે ગઇ તા.૧૪/૦૭/૨૦૧૮ ના રોજ દાખલ થયેલ. જેમા ભાવનગર હરીદર્શન એક્ષપોર્ટ પ્રા.લી હીરાની ઓફીસમાંથી તે જ ઓફીસમા હીરા ઉકાળી અને સાફ કરનાર ઘનશ્યામભાઇ મેઘજીભાઇ ચાવડા એ ૨૨૧૦૦.૦૫ કેરેટના હીરા જેની કી.રૂ ૦૮ કરોડ ૮૫ લાખ વિશ્વાશઘાત કરી લઇ ગયેલ હોય જે ગુન્હામા આજદિન સુધી ભાગતો ફરતો આરોપી ઘનશ્યામભાઇ મેઘજીભાઇ ચાવડા ઉ.વ- ૪૧ રહે. ડો.બીપીન બલરના દવાખાના પાસે હરીદર્શન એક્ષપોર્ટ ભાવનગર મુળ ગામ રહે.ટાટમ તા.ગઢડા જી. બોટાદવાળાને બોટાદ એસ.ટી ડેપો પાસેથી પકડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ.