ઘોઘાસર્કલ ખાતેનો લીંબડીયુ વીસ્તારના લીમડાઓની માવજત કરવા ઉઠાવેલી માંગ

1197

ભાવનગર શહેરના ઘોઘાસર્કલ ખાતેના લીમડીયુ વીસ્તારના ઐતિહાસીક લીમડાઓ એકાએક ધરાશય થવા લાગ્યા છે તાજેતરમાં લીમડો એકોક ધરાશય  થયેલ જેમા રાહદારી દબાઈ જતા અવસાન પામેલ આમ સમયાતંરે લીમડા પડી રહ્યા છે તેમજ ડાળો ફસાઈ પડે છે. જેનું મુખ્ય કારણ જોવે તે ૧૦૦ વરસ જુના લીમડા તેમજ લીમડાઓને એક જ ખીલ્લા મુળ હોય છે તેમજ ૧૦૦ થી ૧૫૦ ફુટ ઉંચાઈ ધરાવે છે તેમજ ૧૦૦ થી ૧૫૦ ફ્રુટની પહોળાઈ ધરાવે છે આમ વજન ખુબજ વધી ગયો હોય એવુ લાગે છે.

આમ વજન ખુબજ વધી ગયો હોય એવુ લાગે છે અથવા મુળમાં જીવાતો હોય જે જીવાતો મુળને કાપી નાખે તો પણ લીમડા પડવાનું કારણ બને સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ ભરત મોણપરાએ ગાર્ડન વિભાગમાં પત્ર લખીને લીમડાઓની માવજત કરવા સ્થળ તપાસ લીમડાઓની માવજત કરવા સ્થળ તપાસ કરીને ખુબજ મોટા લીમડા થઈ ગયેલ છે તેની ડાળો કપાવી નાખવી તેમજ જે લીમડા પડી જાય એવી સ્થિતીમાં હોય તેને કપાવી નાખવા જેથી કોઈ જાનહાની થતી અટકે તાજેતરમાં એક લીમડો ઉભો ફાટી ગયો રાધેકૃષ્ણ મેડીકલની સામેનો લીમડો ફાટી ગયો નસીબ જોગે કોઈ જાનહાની થઈ નહી.

હાલમાં ચોમાસુ આવી રહ્યુ છે ત્યારે જમીન પણ પોચી પડે છે. આમ કોઈ લીમડા પડે ને જાનહાની થાય તે પહેલા સ્થળ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા ગાર્ડન વિભાગને સરદાર યુવા મંડળ ભાવનગરા પ્રમુખ ભરત મોણપરાએ માંગણી કરી છે.

Previous articleનવાનક્કોર રોડ, પેવરબ્લોકને ખેદાન-મેદાન કરતી ગેસ એજન્સી
Next articleચારણ-ગઢવી સમાજ દ્વારા આવેદન અપાયું