કરજણ પો.સ્ટે.ના ગુનાના કામે ફરાર શખ્સ ઝડપાયો

1688

લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ સ્ટાફ સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પો.કો. તરૂણભાઈ નાંદલાને બાતમીરાહે હકીકત મળેલ કે વડોદરા જીલ્લાના કરજણ પોલીસ સ્ટેશન ઈ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪ ના કામે નાસતો ફરતો આરોપી લાખાભાઈ વશરામભાઈ મકવાણા રહે. પાવઠી વાળો સુભાષનગર શંકરના મંદિર પાસે આવેલ પુલ પાસે ઉભો છે અને શરીર ઉપર બ્લુ જીન્સ તથા ગુલાબી પીળા કલરનો શર્ટ પહેરેલ છે. જે હકિકત આધારે જગ્યા ઉપર આવી તપાસ કરતા ઈસમ હાજર મળી આવતા તેની વિરૂધ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઈ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશનને સોપી આપેલ.

Previous articleવિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કુલનું ગૌરવ
Next articleમહુવામાં ટ્રકની અડફેટે બાઈક ચાલક યુવાનનું મોત