ઈંધણના ભાવોમાં વધારો થતા શાકભાજીના ભાવો આસમાને

2139

ગૃહિણીઓને ઉનાળા દરમિયાન સસ્તા મળતા શાકભાજીથી હાશકારો હતો. પરંતુ થોડા દિવસોથી હરરાજીમાં આવકો ઘટતાની સાથે રીટેલમાં કિલોએ રૂા. ૧પ થી ૩પનો ઉછાળો આવતાની સાથે હવે ચોમાસાના દિવસોમાં મોંઘારતનો સામનો કરવો પડશે.

સ્થાનિક આસપાસના ગામોમાંથી આવકો ઘટતી જાય છે. બીજા રાજયોમાંથી ટમેટા, ગવાર, મરચા સહિતની આવકો રહે છે. પરંતુ ડીઝલ મોંઘુ બનતા ટ્રાન્સપોર્ટશનના ભાડા મોંઘા થતા તેની અસરે પણ શાકભાજી મોંઘા બની રહ્યા છે. એકાદ, દોઢેક મહીના સુધી આવકોનું પ્રમાણ મર્યાદિત રહેવાનું હોવાથી શાકભાજી મોંઘા રહેશે. જુનના પ્રથમ સપ્તાહ સુધી ટમેટા ૧૦ના કિલો મળતા હતા પરંતુ હવે બેંગ્લોર, મહારાષ્ટ્રીય અને ઉત્તરપ્રદેશ સાઈડથી દૈનિક ૧૦ થી ૧૩ ગાડી સૌરાષ્ટ્રમાં આવતી હોય છે તે મોંઘા ભાડા સાથે તેથી રીટેલમાં કિલોના ભાવ ઉછળીને રૂા. રપ થી ૪૦ સુધી ભાવ આવ્યો છે.ગવાર, ચોળા, મરચા રૂા. પ૦ થી રૂા. ૮૦ સુધીને આંબી દુધી, રીંગણા, કોબી, ગલકા, કોથમરી સહિત શાકભાજીમાં ભાવવધારો થવા લાગ્યો છે. ખેડૂત વાવણી કાર્યમાં લાગી ગયા છે. જયાં વાવેતર હતા ત્યાં પાણીની સમસ્યા સાથે હમણા પવનનું જોર વધતા પાક નિષ્ફળ ગયો છે.

Previous articleસિહોરના ગૌતમેશ્વર રોડનું નવનિર્માણ હાથ ધરાયું
Next articleજાગધાર ગામ નજીક નાળા સાથે કાર અથડાતા ૧નું મોત : ૬ને ઈજા