બે દાયકાથી અવિરત ચાલતી સંગીતમય સુરીલી સાંજ

1168

કલા અને સંસ્કૃતિની નગરી તરીકે ઓળખાતા ભાવનગરમાં દરેક કલાકારને પોતાની યોગ્યતા પ્રમાણે સ્થાન મળી રહે છે અહીં કલાકારોની કદર થાય છે અને કલાકારની કલાને વખામવા સાથે બિરદાવાય પણ છે તેથી જ કોઈપણ કલાકારને ભાવનગરમાં પોતાનો કાર્યક્રમ આપવો ખુબજ પસંદ હોય છે અહી આપણે વાત કરવી છે. ભાવનગરનાં જ અને મહાનગરપાલિકામાં ઈજનેર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા એવા કલાકાર રાજેશ વૈશ્નવનાં સંગીત સંચાલનમાં દર મહિને યોજાતા સંગીતમય કાર્યક્રમ સુરીલી સાંજની કે જેણે હાલમાં જ વર્ષ ૨૦૧૮માં એક પણ કાર્યક્રમ ચુક્યા વગર બે વર્ષ પૂર્ણ કર્યા છે અને દર્શકોનાં દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

ભાવનગર થિયોસોફીકલ સોસાયટીનાં હોલમાં કમળોબન ઠક્કરનાં ભજનનો કાર્યક્રમ દર મહિને થતી મીટીંગ દરમિયાન યોજાતો ૧૯૯૮માં થિયોસોફિકલ સોસાયટીનાં હોદ્દેદારોને સંગીતમય કાર્યક્રમ કરવાનો વિચાર આવ્યો ત્યારે તબલા, હાર્મોનીયમ, મંજરી સહિતનાં ટાંચા સાધનો સાથે સિધ્ધાર્થ ઠક્કર, દિપક મહેતા, સહદેવભાઈ ઠક્કર સહિતે ગીત સંગીતનો કાર્યક્રમ શરૂ કર્યો અને દર મહિને કાર્યક્રમ યોજાતા ત્યારે ત્રણેય કાર્યક્રમ બાદ તેઓએ રાજેશ વૈશ્નવ અને તેમનાં પત્ની માધુરિબેનને આમંત્રણ આપવા તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા અને તેમને રસ પડતા તે વખતનાં કલાકારો રાહી ઓધારીયા, કિશન અંધારિયાને પણ તેમાં જોડ્યા ત્યારબાદ માઈકની વ્યવસ્થા પણ કરી અને તમામ જવાબદારી રાજેશ વૈશ્નવે ઉપાડી લીધી આપને સવા વર્ષ વીતી ગયુ બાદમાં ૧૬મો કાર્યક્રમ ઓકટોબર ૧૯૯૯માં યોજાયો તેમાં કાર્યક્રમને સુરીલી સાંજ નામ અપાયું અને નવેમ્બર ૧૯૯૯માં સુરીલી સાંજનું ટાઈટલ લખાયું અને ૧૭માં કાર્યક્રમથી શરૂ થયુ છે જે આજે પણ જળવાઈ રહ્યુ છે.

જોત-જોતામાં સુરીલી સાંજને બે વર્ષ વિતી ગયા બાદ જુલાઈ ૨૦૦૦માં સિલ્વર જ્યુબીલી કાર્યક્રમ યોજાયો જેમાં રાજેશ વૈશ્નવનાં સ્વરાંકન સાથેનાં ૨૫ ગીતો રજુ થયા હતા ૨૦૦૧માં સુગમ સંગીતનાં વર્ગો થિયોસોફિકલમાં શરૂ કરાયા ત્યારબાદ સુરિલી સાંજના માધ્યમથી નવા કલાકારોને પ્લેટફોર્મ આયુ નહી નવા સાંજીદાઓ સાથે નવા ઈન્સ્ટુમેન્ટો પણ આવ્યા ધીમે ધીમે સુરીલી સાંજની લોકપ્રિયતા વધતી ગઈ દરમિયાન ૫૦,૭૫ અને ૧૦૦મો કાર્યક્રમ વિશિષ્ટ રીતે ઉડવાયો હતો અહીં દરેક કાર્યક્રમો અલગ અલગ થીમ ઉપર રજુ કરાય છે જેવા કે સંગીતકાર, સ્વરકાર, ભક્તિગીત, દેશભક્તિગીત, બાળકો માટે કવ્વાલી તેમજ જુદા જુદા પ્રહરનાં ગીતો, વિવિધ કલાકારોને શ્રધ્ધાંજલી આપવા ઉપરાંત રાગો સે રોગો તક સહિત થીમો ઉપર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વર્ષ ૨૦૦૮માં ૧૦ વર્ષ પૂર્ણ થતા લોગેસ્ટ રનીંગ નોન કોર્મશીયલ મ્યુઝીકલ પ્રોગ્રામનો નેશનલ રેકોર્ડ લીમ્કાબૂક ઓફ રેકોર્ડ નોંધાયો જે તાજેતરમાં જ ૨૦ વર્ષ થતા પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે અહીં ઉલ્લેખનીય છે કે ૧૦૦ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દર્શકો વધવા લાગ્યા અને થિયોસોફિકલ હોલમાં દર્શકો વધુ બેસી શકે તેમ ન હોય બહાર ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજાતો પરંતુ ચોમાસામાં વરસાદમાં તકલીફ પડતી આથી સ્વામીનારાયણ ગુરૂકુળમાં સંચાલક કે.પી.સ્વામીને ગુરૂકુળ હોલમાં કાર્યક્રમ માટે રાજેશ વૈશ્નવ દ્વારા રજુઆત કરાઈ અને મીનીમમ ભાડાની વાત કરી ત્યારે કે.પી. સ્વામીએ ગુરૂકુળ હોલમાં કાર્યક્રમની મંજુરી આપી મને પોતે પણ કાર્યક્રમમાં આવ્યા અને કાર્યક્રમ માણ્યો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે રાજેશ વૈશ્નવને કહ્યું તમે વિનામુલ્યે આવો સારો કાર્યક્રમ કરો છો તેથી હવે ચોમાસામાં નહી રેગ્યુલર અહીં કાર્યક્રમ કરો તેનું કાંઈ પણ ભાડુ લેવામાં નહી આવે ત્યારથી સ્વામીનારાયણ ગુરૂકુળ હોલમાં અવિરત પણ દર મહિને કાર્યક્રમ યોજાય છે.૫ કલાકારો અને ૧૫ શ્રોતા સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં હાલમાં ૧૫ કલાકારો અને ૨૦૦૦ જેડટલા શ્રોતા નિયમીત રીતે કાર્યક્રમ માણે છે. રાજેશ વૈશ્નવે સુરીલી સાંજના માધ્યમથી અનેક નવોદીત કાલકારોને પ્લેટફોર્મ આપ્યુ અને જાણીતા કલાકાર બનાવ્યા સુરીલી સાંજમાં કમલેશ આવસ્ત્થી, દિપ્તી દેસાઈ સહિત અનેક ખ્યાતનામ કલાકારો મહેમાન કલાકાર તરીકે પોતાનો સ્વર આપી ચુક્યા છે. સુરીલી સાંજનાં માધ્યમથી ભાવનગર ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, વેરાવળ, ધંધુકા સહિત સ્થળોએ પણ કાર્યક્રમો યોજાયા છે. ઉપરાંત ભાવનગરનાં જન્મ દિવસ સરકારી સમારોહ સહિત સમયે પણ કાર્યક્રમ પિરસવામાં આવ્યા છે ત્યારે કલાનગરીમાં ૨૪૦ કાર્યક્રમ સાથે વીસ વર્ષ પૂર્ણ કરનાર સુરીલી સાંજ ભાવનગરમાં અવિરત પોતાનું સંગીત પીરસીત રહે તેવી શુભેચ્છા.

સુરીલી સાંજનાં ગાયક કલાકારો

રાજેશ વૈશ્નવ, દેવેન દવે, હારિત ધોળકીયા, હિરેન વૈશ્નવ, અનિરૂધ્ધ કાપડી, સંજોગો ગોસળીયા, પ્રિતમ શાહ, સિધ્ધાર્થ ઠક્કર, સુરભી પરમાર, જુહી દવે, જિનલ કાપડી, ઋતુ મિસ્ત્રી, માધુરી વૈશ્નવ, હર્ષા દોશી, સંગતી મહેતા, હાર્દિક મહેતા.

સુરીલી સાંજનાં સાજીંદાઓ

દેવેન્દ્ર મહેતા, કમલ વિરાણી, કર્મવીર મહેતા, અજીત પરમાર, હીમાંશુ ભટ્ટ, પ્રદિપ ભટ્ટ, મિલન મહેતા, સંદિપ ચુડાસમા, એનાઉન્સર ખ્યાતી મહેતા.

Previous articleપારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ
Next articleવડલી ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો