સિહોરનાં ભગવતીનગર પાસે દુકાનમાં ચોરી કરનારને પોલીસે ઝડપી લીધો

1427

સિહોર અને પંથકમાં ચોરીના બનાવો રોજબરોજ બને છે અને ચોરીની ઘટનાઓ પોલીસ સામે પણ એક મોટો પડકાર બની ચુકી છે ગઈકાલે સિહોર પોલીસના અધિકારી સોલંકી સહિત હરેશભાઈ સત્તારભાઈ મહેશભાઈ પદુભાઈ ભડલી જયતુંભાઈ તમામ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગર મેપાનગર વિસ્તારમાં રહેતો કિશન પરસોતમભાઈ મકવાણાને શંકાના આધારે ઝડપીને આગવી-ઢબ્બે પૂછપરછ કરતા પોતે રાજકોટ રોડ પર આવેલ ભગવતી-નગરના નાકા પાસેની દુકાન માંથી ચીજવસ્તુની ચોરી કર્યાની કબૂલાત કરતા ચોરીની ઘટનાના પડકાર સામે પોલીસને એક સફળતા હાથ લાગી છે જેમની વધુ તપાસ કરતા દુકાન માંથી ચોરી કરેલ મુદ્દામાલની સાથે ચોરી કરવા માટે વપરાયેલા ગ્રાઈન્ડર મશીન છીણી ઇલેક્ટ્રિક વાયર હથોડી વગેરે કબ્જે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleનાગર જ્ઞાતિ માટે અમૃતમ આધારકાર્ડ કેમ્પ યોજાયો
Next articleભરતનગર પ્રભાત શાખાનો વાર્ષિકો ઉત્સવ