તા.૧૮-૬-ર૦૧૮ થી ૨૪-૬-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

2117

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પરાક્રમ સ્થાનમાં સુર્ય બુધનો શુભ યોગ રાહુ ગ્રહના બંધનયોગના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ આપે છે નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે આત્મવિશ્વાસમા વૃધ્ધી થશે માત્ર સ્વહસ્તે દરેક નિર્ણયો કરવા જરૂરી છે. મિલકત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા માંગી લેશે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનમાં સધ્ધરતા મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીનો કપરો સમય અને નસીબનો સહકાર નહીવત જ મળે છે તેમા પમ કાર્યસફળતા મેળવવી હોય તો વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી પડશે. અને સંતોષી નર સદા સુખી તે યાદ રાખવી જરૂરી છે મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે આપનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થીક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો સહકાર મળે છે. માત્ર મંગળ કેતુનો બંધનયોગ જીદ્દી સ્વભાવ અને વાણી ઉપર નિયત્રણ કરવાનું સુચવે છે જુનવાણી વીચારોનો ત્યાગ અને વર્તમાનમાં જીવશોતો કાર્ય સફળતાના યોગ મેળવી શકશો મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે ાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ વધુ પડતી અપેક્ષ અને આત્મવિશ્વાસ ન ધારેલી નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે તેથી વાસ્તવિકતાનો સ્વીકાર અને સંતોષી નર સદા સુખી આ વાક્ય યાદ રાખવુ જરૂરી છે. નવા કાર્યોની શરૂઆત માટે સમય થોડો નિર્બળ મળી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપાવથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ સ્થાનની પ્રબળતા અને રોગ શત્રુ સ્થાનમાં મંગળ કેતુનું સ્થાન બળ પામવુ કપરા કાર્યને પણ સરળ બનાવી શકે છે. માત્ર રાહુગ્રહનો બંધનયોગ કાલ્પનિક વિચારોમાં નિર્બળતા આપીને અકારણ ચિંતાઓ આપી શકે છે મિલકત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ કર્મસ્થાનમાં સુર્ય બુધનો શુભ આદિત્ય યોગ કાર્યસફળતાના યોગ જરૂર આપે છે પરંતુ ઈચ્છીત સફળતા માટે નિરપેક્ષ ભાવના કેળવવી જરૂરી છે માત્ર કાર્યક્ષમતામા વૃદ્ધી અને આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગી બનશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને નત્ય હનુમાન ચાલુસાના પાઠ કરવાની લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ભાગ્યસ્થાનમા સૂર્ય બુધનો શુભ આદિત્ય યોગ અને ગુરૂ ચંદ્રનો ગજકેસરી યોગ આર્થીક માનસિક અને શારિરીક ત્રણેય રીતે સાનુકુળ ફળ આપે છે. માત્ર મંગળ કેતુનો બંધનયોગ ઉદવેગ અને અંશાંતી આપવાનું કાર્ય કરે છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા માગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષતી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનૂં પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સૂર્ય બુધ અને ગુરૂ ગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરવાનુ સુચવે છે. આ દિવસોમાં મહત્વના નિર્ણયો કરવા પડે તેવો સમય મળી શકે છે. તેથી હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની બાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ રાહુના અશુભ ભ્રમણમા પણ કાર્ય સફળતાના યોગ મળી શકે છે. માત્ર વાણી વર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી જરૂરી છે. જિદ્દી સ્વભાવ અને જડતાનો ત્યાગ કરશો તો કપરા સમયમાં પણ કાર્ય સફળતા મેળવી શકશો. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાહુ મંગળનો અંગાર યોગ અને સૂર્ય શનીની પ્રતિયુતીથી બનતો વૈમન્સ્ય યોગ ન સમજાય ન સહેવાય તેવી પરિસ્થિતી આપી શકે છે. તેથી દરેક નિર્ણયો અને કાર્યોાં ઉતાવળા સાહસ ન કરવા મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સંતાન સ્થાનમાં સૂર્ય બુધ્ધનો શુભ આદિત્ય યોગ અને રોગ શત્રુ સ્થાનમાં રાહુ શુક્ર ગમે તેવા રોગ શત્રુથી વિજય મેળવી શકશો. માત્ર મંગળ કેતુનો બંધનયોગ આપની ગણતરીથી ઉંધી પરિસ્થિતીનું નિર્માણ કરી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલો ઉપર વિસ્વાસ મુકવાથી લાભ રહેશે પત્નીનું આરોગ્ય ચિંતા માંગી લેશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક ખર્ચ વધી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપની માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય બુધ અને રાશીપતી ગુરૂ ગ્રહનો બંધનયોગ આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે શેખચલ્લીના વિચારોનો ત્યાગ કરવો અને વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ખુબજ જરૂરી બનશે મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહીસીક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી નુકશાની મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રિતકુળ સમય મળી શકે છે.

Previous articleGPSC, PSI,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએસટીમાં સલામત સવારી કે મોતની મુસાફરી ?