જાફરાબાદના બાબારકોટ ગામના સરપંચની ધરપકડથી ગ્રામજનો રોષે

1316

જાફરાબાદના બાબરકોટ ગામના સરપંચ અને ગામના વ્યકિત વચ્ચે મારમારી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સરપંચની ધરપકડની કાર્યવાહી હાથ ધરતાં ગ્રામજનો રોષે ભરાઈ મામલતદાર ઓફીસે દોડી ગયા હતાં.

બનાવની મળતી વિગત મુજબ જાફરાબાદના બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ અને ગામમાં રહેતા રમેશભાઈ વાઘેલા વચ્ચે પાણી પ્રશ્ને બોલાચાલી થતાં બાદ મારા-મારી થઈ હતી. બનાવ અંગે રમેશભાઈએ સરપંચ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ધોરણસર સરપંચ અનકભાઈને ધરપકડ કરી લોકઅપ હવાલે કરી દેતા ગ્રામજનો રોષે ભરાયા હતાં. અને પ૦૦ જેટલા પુરૂષો અને મહિલાઓ મામલતદાર ઓફીસે દોડી ગયા હતાં. અને સરપંચને મુકત કરવા રજુઆત કરી હતી. અને જયાં સુધી મકત ન કરે ત્યાં સુધી ઘર પરત ન જવાં નિર્ણય લીધો હતો.

Previous articleઅઢી વર્ષથી બેઠા છો અને ચાર મહિનામાં ઉતરી જશો, કંઈક તો કરો : કોંગ્રેસ
Next articleદેવેનભાઈએ ફાધર્સ-ડે નિમિત્તે વૃક્ષારોપણ કર્યુ